Home /News /business /

Mutual fund: બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિલ્ડ્રન ફંડમાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં? અહીં જાણો બધું

Mutual fund: બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિલ્ડ્રન ફંડમાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં? અહીં જાણો બધું

બાળકો માટે મ્યુચ્યુઅલ ફંડના ઘણા પ્લાન છે અને તેને ચિલ્ડ્રન્સ ફંડ તરીકે ઓળખવામાં આવે છે (પ્રતિકાત્મક તસવીર)

mutual fund investment - બાળકોના ઉચ્ચ શિક્ષણ, લગ્ન વગેરે પર ખર્ચની ચિંતામાંથી મુક્ત થવા માટે આ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક છે કે નહીં? એ જાણવું જરૂરી છે

દરેક માતાપિતા બાળકો (Future for kids)નું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે. તેઓ બાળકોને આર્થિક મોરચે મજબૂત બનાવવા અને શિક્ષણ આપવા (Child Education) માટે પ્લાનિંગ બનાવે છે. તેઓ પૈસા બચાવવાના વિકલ્પો (Money saving options) તરફ નજર દોડાવે છે. જેમાં અત્યારે મ્યુચ્યુઅલ ફંડ (Mutual fund)માં રોકાણનો ઉપયોગ વધુ થાય છે.

બાળકો માટે મ્યુચ્યુઅલ ફંડના ઘણા પ્લાન છે અને તેને ચિલ્ડ્રન્સ ફંડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા માતાપિતા તેમાં રોકાણ કરે છે. ત્યારે બાળકોના ઉચ્ચ શિક્ષણ, લગ્ન વગેરે પર ખર્ચની ચિંતામાંથી મુક્ત થવા માટે આ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક છે કે નહીં? એ જાણવું જરૂરી છે.

ચિલ્ડ્રન્સ ફંડ એટલે શું?

સામાન્ય રીતે ચિલ્ડ્રન્સ ફંડનો લોક ઇન પીરિયડ 5 વર્ષનો હોય છે. ચિલ્ડ્રન્સ ફંડ સામાન્ય રીતે હાઇબ્રિડ સ્કીમ હોય છે. તેમાંથી 65-80 ટકા રોકાણ ઇક્વિટીમાં કરવામાં આવે છે. જ્યારે બાકીનો ભાગ બોન્ડ એટલે કે ડેટ માર્કેટમાં રોકાણ થાય છે. જેના કારણે શેરબજારમાં તીવ્ર વધઘટ છતાં તેમાં કરાયેલું રોકાણ સલામત રહે છે. કેટલાક પ્લાન ડેટ માર્કેટના પણ છે. જ્યારે કેટલીક સ્કીમ્સ ફ્લેક્સી-કેપ કેટેગરીમાં પણ છે, જેમાં મોટા ભાગના ફંડ ઇક્વિટીના હોય છે.

આ પણ વાંચો - મહામારીમાંથી ઉભરી રહી છે દેશની અર્થવ્યવસ્થા, સંગઠિત ક્ષેત્રોએ આપી 4 લાખ નવી નોકરીઓ

બીજી તરફ કેટલાક ફંડ હાઉસ બાળકો માટેની સ્કીમમાં કોઈ લોક-ઇન વિકલ્પો આપતા નથી, અલબત્ત લાંબા ગાળાના રોકાણોને પ્રોત્સાહિત કરવા માટે અકાળે ઉપાડ પર એક્ઝિટ લોડ લાદે છે. કેટલીક સ્કીમમાં આ એક્ઝિટ લોડ 4 ટકા સુધી હોઇ શકે છે.

આમાં રોકાણનો કોઈ ફાયદો ખરો?

નિષ્ણાંતો કહે છે કે આ સ્કીમ્સના ફાયદા અને ગેરફાયદા બંને છે. ચિલ્ડ્રન કેરમાં લોક-ઇન પિરિયડ અથવા એક્ઝિટ લોડ હોવાથી તેને અધવચ્ચેથી બદલી શકાતું નથી. બીજી તરફ આવા ભંડોળ ગ્રાહકોને માનસિક લાભો પૂરા પાડે છે. બાળકના નામે નાણાંનું રોકાણ થતું હોવાથી રોકાણકારો મેચ્યોરિટી પહેલાં પૈસા ઉપાડતા નથી.

ટેક્સની વાત કરીએ તો મોટાભાગની સ્કીમ્સ ઇક્વિટી ફંડની અને 5 વર્ષનો લોક-ઇન પિરિયડની છે. જેથી લાંબાગાળાના કેપિટલ ગેઇન (એક વર્ષથી ઉપરના સમયગાળા) પર 1 લાખ રૂપિયાથી વધુની આવક પર 10 ટકાના દરે ટેક્સ લાગે છે.

શુ કહે છે તજજ્ઞો?

નિષ્ણાંતો માને છે કે, શિસ્તબદ્ધ રહેનાર અને લાંબા ગાળાના રોકાણ કરનાર રોકાણકારો માટે બાળકોના આવા ફંડનો કોઇ મતલબ રહેતો નથી. આ ઉપરાંત રોકાણકારોએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, આ પ્લાનમાં સામાન્ય રીતે ખર્ચનું પ્રમાણ વધારે હોય છે. ચિલ્ડ્રન્સ ફંડની તરફેણમાં એકમાત્ર વસ્તુ એ છે કે તેમાં ભાવનાત્મક જોડાણો સામેલ છે જે મનોવૈજ્ઞાનિક રૂપે ફાયદાકારક છે.

નિષ્ણાંતોના મતે રોકાણનો સમયગાળો 15 વર્ષની આસપાસ હોય તો રોકાણકારે રેગ્યુલર ઓપન એન્ડેડ ઇક્વિટી ફંડની પસંદગી કરવી વધુ સારું રહેશે. જ્યારે મધ્યમગાળાના રોકાણકારો માટે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ કે લાર્જ-કેપ ઇન્ડેક્સમાં રોકાણ કરવું વધુ સારું રહેશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Mutual funds, Mutual funds SIP

આગામી સમાચાર