Home /News /business /Child Investment Plans: તમારા બાળકો માટે આમાંથી કોઈ યોજનામાં રોકાણ કરો, મોટું થશે ત્યાં કરોડોપતિ બની જશે
Child Investment Plans: તમારા બાળકો માટે આમાંથી કોઈ યોજનામાં રોકાણ કરો, મોટું થશે ત્યાં કરોડોપતિ બની જશે
પૂર્વાયોજિત રૂપિયાનું રોકાણ અતિ જરૂરી.
Child Investment Plans: બાળકોના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવું ખૂબ જ જરૂરી છે. જેથી આવનારા સમયમાં તેમની જરૂરિયાતો પૂરી કરી શકાય. બાળકો માટે રોકાણ કરવામાં ખૂબ કાળજી લેવી જોઈએ. જાણો અહીં એ યોજનાઓ વિષે જેમાં સારું વળતર માવા પાત્ર છે.
Child investment Plans: હાલના સમયની પરિસ્થિતિ જોતા દરેક લોકો પોતાને આર્થિક સુરક્ષિત બનાવી રાખવા માંગે છે. તેમાં પણ ખાસ કરીને નાના બાળકોના ભવિષ્યને લઈને ઘણી ચિંતાઓ રહેતી હોય છે. ઘણા લોકો એ પ્લાન કરતા હોય છે કે બાળકો માટે કઈ રીતે સારું-મજબૂત નાણાં ભંડોળ ઉભું કરી શકાય. આમ પણ બાળકો માટેના રોકાણ માટે ઘણી સાવધાની પણ જરૂરી છે. એટલે ક્યારેય પણ ઉતાવળે પગલે રોકાણ કરવું જોઈએ નહિ. તમારે એ વિચારવું જોઈએ કે બાળકને કઈ ઉંમરે શેની જરૂર રહેશે. એ વાતને લઈને પ્લાનિંગ કરવું જોઈએ.
તેના માટે તમે તમારા બાળકો માટે સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. જેમાં કોઈ પણ પ્રકારનું જોખમ પણ હોતું નથી અને ગેરેન્ટી સાથે સારું વળતર પણ મળે છે. જયારે તમારા બાળકો મોટા થઇ જાય ત્યારે તેના ભવિષ્યમાં તે સારું ઉપયોગી બને છે.
જો તમે એક દીકરીના પિતા છો તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. જેમાં તમને 7.6%ના હિસાબથી વ્યાજ મળવા પાત્ર છે. જેમાં લઘુત્તમ 250 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. દીકરીની ઉંમર 21 વર્ષ થતા આ યોજનાની મુદત પાકી જશે. પણ આ યોજના હેઠળ તમારા રૂપિયા દીકરીની 18 વર્ષ ઉંમર સુધી સંપૂર્ણ બ્લોક થઇ જશે. તેમજ 18 વર્ષ પછી પણ 50% રૂપિયા મળવા પાત્ર છે. જેનો ઉપયોગ આગળના ભણતર માટે કરી શકાશે. પણ સંપૂર્ણ રૂપિયા ત્યારે જ ઉપાડી શકાય કે જયારે તે 21 વર્ષ પૂર્ણ કરી લેશે.
આ પણ એક સરકારી યોજના છે કે જેમાં તમે બાળકો માટે રોકાણ કરી શકશો. આ યોજના 15 વર્ષ માટેની છે. PPF પર 7.1% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તેમાં વાર્ષિક 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. જો તમે 1.5 લાખથી વાઢુ રોકાણ કરો છો તો એ વધારાની રકમ પર વ્યાજ મળવા પાત્ર નથી. 15 વર્ષ પછી તમે ખાતામાંથી સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. ત્યાર પછી તે 5-5 વર્ષ માટે વધારી શકાય છે.
પોસ્ટ ઓફિસ રીકરીંગ ડિપોઝીટ
પોસ્ટ ઓફિસની આ સીકમમાં તમારા રૂપિયા 100% સુરક્ષિત રહેશે. એટલે કે કોઈ પણ પ્રકારનું જોખમ નથી. પોસ્ટ ઓફિસની ડિપોઝીટ પર ભારત સરકારની ગેરેંટી હોય છે. જેમ કે બેંકમાં પણ 5 લાખ સુધીની રકમ જ સુરક્ષિત રહેતી હોય છે. તમે દર મહિને નાની રકમનું રોકાણ કરીને લાખોનું ફંડ તૈયાર કરી શકો છો. આ યોજનામાં 5 વર્ષ માટે સત્ત રોકાણ કર્યા બાદ તમને તમારા કુલ રૂપિયા વ્યાજ સાથે પરત મળી જશે. હાલમાં આ યોજના હેઠળ વાર્ષિક 5.8% વ્યાજ મળવા પાત્ર છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર