Home /News /business /

પીએમ મોદીના સ્વપ્નને પુરૂ કરવા માટે આ વ્યક્તિએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન

પીએમ મોદીના સ્વપ્નને પુરૂ કરવા માટે આ વ્યક્તિએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન

દેશના મુખ્ય આર્થિકલ સલાહકાર કેવી સુબ્રમણ્યમની ફાઇલ તસવીર

દેશના મુખ્ય આર્થિક સલાહકાર પ્રોફેસર કેવી સુબ્રમણ્યને આર્થિક સરવે તૈયાર કર્યો છે.

  ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય બજેટ પહેલાં ગુરૂવારે રાજ્યસભામાં દેશનો આર્થિક સરવે રજૂ કરાયો હતો. આ સરવેમાં વર્ષ 2025 સુધીમાં ભારતને 5 લાખ કરોડ ડૉલરનું અર્થતંત્ર બનાવવાના સ્વપ્ન સાથે આગામી વર્ષ દરમિયાન 7 ટકાના વિકાસદરે અર્થતંત્રને દોડતું કરવાની કવાયત હાથ ધરાઈ છે. આ સરવે દેશના મુખ્ય આર્થિક સલાહકાર પ્રોફેસર કેવી સુબ્રમણ્યને તૈયાર કર્યો છે. તેમનું કામ વિદેશ વેપાર, ઔદ્યોગિક વિકાસના મુદ્દા પર નીતિગત સલાહ આપવાનું છે.

  ઉલ્લેખનીય છે કે આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ છે. સરકાર બજેટમાં ખેડૂતો અને મિડલ ક્લાસ માટે મોટી જાહેરાત કરી શકે છે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન મોદીના સ્વપ્નના ભાગરૂપે બજેટમાં કિસાન સન્માન નિધી યોજનામાં મળનારી રૂપિયા 6,000ની સહાયમાં વધારો કરી રૂપિયા 8,000 કરી શકાય છે. સામાન્ય વ્યક્તિ માટે ટેક્સ મર્યાદા રૂપિયા 2.5 લાખથી વધારી અને5 લાખ રૂપિયા કરી શકાય છે.

  આ પણ વાંચો :  નાણા મંત્રી બજેટમાં ખેડૂતો અને મિડલ ક્લાસને આપી શકે છે મોટી ભેટ

  કોણ છે કેવી સુબ્રમણ્યમ
  કેવી સુબ્રમણ્યમ બેન્કિંગ. કૉર્પોરેટ ગવર્નન્સ, આર્થિક નીતિમાં અગ્રણી તજજ્ઞો પૈકીના એક છે. તે દેશના 17માં મુખ્ય આર્થિક સલાહકાર છે. કેન્દ્ર સરકારે કેવીની નિયુક્તિ વર્ષ 2018માં 20મી જૂને કરી હતી. કેવી આઈઆઈટી અને આઈઆઈએમમાંથી અભ્યાસ કરી અને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિક ગયા હતા. શિકાગોની બૂથ સ્કુલ ઑફ બિઝનેસમાંથી તેમણે અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યુ હતું. કેવી સુબ્રમણ્યને કરિયરની શરૂઆતમાં જેપી મોર્ગન ચેજ સાથે કનસલ્ટન્ટ તરીકે કામ કર્યુ હતું.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Business news in gujarati, Union Budget 2019

  આગામી સમાચાર