યૂનિવર્સલ બેઝિક ઇનકમ વિશે ચિદમ્બરમે કહ્યુ, ફક્ત ગરીબોને મળશે ફાયદો

News18 Gujarati
Updated: January 29, 2019, 2:28 PM IST
યૂનિવર્સલ બેઝિક ઇનકમ વિશે ચિદમ્બરમે કહ્યુ, ફક્ત ગરીબોને મળશે ફાયદો
પી. ચિદમ્બરન ફાઇલ તસવીર

પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમે કહ્યુ, “છત્તીસગઢની ખેડૂતોની રેલીમાં રાહુલ ગાંધીએ ઐતિહાસીક જાહેરાત કરી છે, જે ગરીબોના જીવન માટે મહત્ત્તપૂર્ણ સાબિત થશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલી યૂનિવર્સલ બેઝિક ઇનકમ (UIB)ની જાહેરાત અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યૂનિવર્સલ બેઝિક ઇનકમ સૌના માટે નહીં પરંતુ ગરીબો માટે જ હશે. આ યોજાનાનો ફાયદો ફક્ત ગરીબોને મળશે.સોમવારે છત્તીસગઢમં યોજાયેલી ખેડૂતોને રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો લોકસભા-2019ની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો જરૂરિયાતમંદોને મિનિમમ આવક અપાશે.

પી ચિદમ્બરમે કહ્યુ,“આ યોજના અંગે અમારે ભાજપ પાસેથી શીખવાની જરૂર નથી. આ વિચાર અમે ભાજપ પાસેથી નથી લીધો. આ યોજનના અંતર્ગત ફક્ત ગરીબોને ફાયદો મળશે. ”

આ પણ વાંચો: શું છે યૂનિવર્સલ બેઝિક ઇનકમ? રાહુલ ગાંધીએ દરેક ગરીબને જેનું આપ્યું વચન

પૂર્વ નાણા મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “ છત્તીસગઢમાં ખેડૂતોની રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત ઐતિહાસીક હતી. આ યોજના ગરીબોના જીવનનો મહત્ત્તવપૂર્ણ વળાંક સાબિત થશે.”

યૂનિવર્સલ બેઝિક ઇનકમ આપવાનું સૂચન લંડન યુનિવર્સિટીના પ્રાધ્યાપક ગાયસ્ટેન્ડિંગે આપ્યું હતું. મધ્ય પ્રદશેની એક પંચાયતમાં આ યોજના લાગુ કરવામાં આવી હતી જેનું સકારાત્મક પરિણામ આવશે.
First published: January 29, 2019, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading