Home /News /business /

છાણાં વેચીને આ માણસ મેળવે છે બમણો નફો, તમે પણ કમાઓ આ રીતે

છાણાં વેચીને આ માણસ મેળવે છે બમણો નફો, તમે પણ કમાઓ આ રીતે

    છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લાના એક નાના ગામ જોંગરાનાં રહેવાસી રાકેશ જયસ્વાલે પોતાની આવક વધારવા માટે ગાય, બળદ, ભેંસના છાણાને ઓનલાઇન વેચવાનું પ્લાનિંગ કર્યું. તેની જાણકારી ભેગી કરવા માટે એન્જીનીયર મિત્રને મળ્યાં. યુટ્યુબ પર વીડિયો જોયા અને ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. હવે તે પોતે છાણાંને એમેઝોન પર વેચીને 100 ટકાથી વધારે નફો મેળવે છે.

    ન્યૂઝ 18 હિન્દી સાથે કરાયેલી વાતચીતમાં રાકેશ જયસ્વાલે કહ્યું કે તેમણે ગુજરાતના અમદાવાદમાં જઇને છાણાં બનાવવાનું એક મશીન ખરીદ્યું. જેનાથી પેકિંગમાં સરળતા રહે. તે પછી તેને પેક કરવાનો સામાન રાયપુર જઇને લીધો.

    એમેઝોન પર રજીસ્ટ્રેશન

    તેમણે પહેલા મિત્રની મદદથી એમેઝોન પર સેલર તરીકેની નોંધણી કરી. તેમણે પોતાની દીકરીના નામ 'નવ્યા' પરથી બ્રાંડનું નામ લખાવ્યું. એમેઝોન પર નવ્યા એગ્રી એલાયડ (Navya Agriculture and Allied Products) સર્ચ કરવાથી તેમની બ્રાંડ દેખાય છે.

    રાકેશ જયસ્વાલે પોતાની આવક વધારવા માટે ગાય, બળદ, ભેંસના છાણાને ઓનલાઇન વેચવાનું પ્લાનિંગ કર્યું


    ઘરમાં બનાવેલ ખાતર પણ વેચે છે

    રાકેશ જણાવે છે કે તેઓ ઘરમાં બનાવેલ 1,2,3 અને 5 કિલો ગ્રામના પેકેટ બનાવીને એમેઝોન પર વેચે છે. તેમા 2 કિગ્રાની સૌથી વધારે માગ હોય છે. એક કિલો ખાતર તેમને આશરે 15 રૂપિયામાં પડે છે જે તે 90 રૂપિયામાં વેચે છે.

    છાણાંને એમેઝોન પર વેચીને 100 ટકાથી વધારે નફો મેળવે છે.


    100 ટકાથી વધારે ફાયદો

    જયસ્વાલજી 24 છાણાનું એક પેકેટ બનાવે છે. એક છાણાંની કિંમત 3 રૂપિયા છે એટલે 24 છાણાંની કિંમત 72 રૂપિયા થાય છે. તેની પર પેકેજીંગનો 5 રૂપિયા જેટલો ખર્ચ થાય. આ વસ્તુ તે એમેઝોન પરથી 199 રૂપિયામાં ખરીદે છે. આ પ્રમાણે તેમને એક પેકેટ પર 127 જેટલા રૂપિયાનો નફો મળે છે.

    દેશભરમાં છે આની માંગ

    રાકેશે અત્યાર સુધી 52 વસ્તુઓની નોંધણી ઓનલાઇન વેચવા માટે કરાવી છે. તેમણે બનાવેલ છાણાંની દેશભરમાં છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Business, Online business

    આગામી સમાચાર