Home /News /business /

31 ડિસેમ્બરથી નહીં ચાલે આ 6 બેંકોની ચેકબુક

31 ડિસેમ્બરથી નહીં ચાલે આ 6 બેંકોની ચેકબુક

ઓનલાઈન નેટ બેંકિંગ માટે આ બેંકોના ગ્રાહકોએ એસબીઆઈનો નવો આઈએફએસસી કોડ નંબર પણ લેવો પડશે...

ઓનલાઈન નેટ બેંકિંગ માટે આ બેંકોના ગ્રાહકોએ એસબીઆઈનો નવો આઈએફએસસી કોડ નંબર પણ લેવો પડશે...

સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટબેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટબેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટબેંક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેંકની ચેકબુક હવે માત્ર ચાર દિવસ જ એટલે કે 31 ડિસેમ્બર સુધી જ ચાલશે.

આ બેંકોને એસબીઆઈમાં ભેળવી દેવાના કારણે, હવે ગ્રાહકોએ એસબીઆઈની ચેકબુક લેવી પડશે. જો ટુંક સમયમાં આ બેંકોના ગ્રાહકો એસબીઆઈની ચેકબુક નહીં લે તો તેમણે નવા વર્ષમાં તકલીફ પડી શકે છે.

એટલું જ નહીં ઓનલાઈન નેટ બેંકિંગ માટે આ બેંકોના ગ્રાહકોએ એસબીઆઈનો નવો આઈએફસી કોડ નંબર પણ લેવો પડશે.

કેવી રીતે કરી શકાશે અરજી
SBIએ ગ્રાહકોને જાણકારી આપી છે કે નવી ચેકબુક માટે ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અથવા ATM અને બેંક શાખામાં જઈ અરજી કરી શકાય છે.

37 કરોડ એસબીઆઈ ગ્રાહક બની ગયા
આ બેંકોના વિલય બાદ એસબીઆઈ પાસે કુલ 37 કરોડ ગ્રાહક હશે. આ સાથે શાખાઓની સંખ્યા પણ વધી લગભગ 24,000 અને એટીએમની સંખ્યા 59,000 થઈ ગઈ છે.
First published:

Tags: એસબીઆઇ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन