આ 8 સરકારી બેંકોમાં ખાતું છે તો હોળી પહેલા પતાવી લો આ જરૂરી કામ, નહીં તો નાણા ઉપાડવામાં પડશે તકલીફ

1 એપ્રિલથી આ 8 બેંકોની જૂની ચેક બુક, પાસબુક અને ઇન્ડિયન ફાયનાન્સિયલ સર્વિસ કોડ(IFSC) ઇનવેલિડ થઈ જશે

1 એપ્રિલથી આ 8 બેંકોની જૂની ચેક બુક, પાસબુક અને ઇન્ડિયન ફાયનાન્સિયલ સર્વિસ કોડ(IFSC) ઇનવેલિડ થઈ જશે

  • Share this:
નવી દિલ્હી. 8 સરકારી બેંકોના ગ્રાહકો (Bank Customer's) માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. 1 એપ્રિલ 2021થી આ 8 બેંકોની જૂની ચેક બુક (Check Book), પાસબુક (Passbook) અને ઇન્ડિયન ફાયનાન્સિયલ સર્વિસ કોડ(IFSC) ઇનવેલિડ થઇ જશે. એટલે કે 1 એપ્રિલથી આ બેંકોના જૂના ચેકથી ટ્રાન્ઝેક્શન નહીં કરી શકાય. ત્યારે તમારું ખાતું પણ આ બેંકોમાં હોય તો તમારે પણ 5 દિવસોમાં ચેકબુક બદલાવી લેવી જોઈએ. જોકે, આજે અને સોમવારે જ બેંકોમાં કામકાજ થશે, જે બાદ હોળીની રજાના કારણે બેંકો બંધ રહેશે.

બેંકની મુલાકાત લો

આવું થવાનું કારણ છે કે, આ આઠેય બેંકોનું મર્જર અન્ય બેંકો સાથે કરવામાં આવ્યું છે. જેના કારણે એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટ નંબર, IFSC કોડ, MICR કોડ બદલાયા છે. જેના કારણે 1 એપ્રિલ બાદ બેન્કિંગ સિસ્ટમ જૂની ચેકબુકને રિજેક્ટ કરી દેશે. આ બેંકોની બધી જ ચેકબુક અમાન્ય ઠેરવવામાં આવશે. જેથી ગ્રાહકોએ બેંક શાખાની મુલાકાત લઈને નવી ચેકબુક માટે અરજી કરવી જોઈએ.

આ પણ વાંચો, Gold Price Today: હોળી પર સોનું ખરીદવાની ઉત્તમ તક! આજે ફરી સસ્તું થયું સોનું, ચેક કરો લેટેસ્ટ રેટ

જાણો કઈ બેન્કોનું થયું છે મર્જર

બેંકોની NPA વધવાના કારણે ઘણી બેન્કોનું મર્જર કરવામાં આવ્યું છે. જેના કારણે ગ્રાહકોએ પોતાની ચેકબુક અને પાસબુક બદલવી પડશે. જોકે, કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના ગ્રાહકોને થોડી રાહત મળી છે. આ બેંકોની ચેકબુક 30 જૂન 2021 સુધી માન્ય રહેશે. જે બાદ નવી ચેકબુક લેવી પડશે. તમને જણાવી દઈએ કે, દેના બેન્ક, વિજયા બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેન્ક, આંધ્ર બેન્ક, કોર્પોરેશન બેન્ક અને ઈલાહાબાદ બેન્કનું મર્જર થયું છે. જેના કારણે આ બેંકોના ગ્રાહકોએ ચેકબુક બદલવી પડશે.

આ પણ વાંચો, Jio, Airtel, VIના બેસ્ટ રિચાર્જ પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે બમ્પર ડેટા

મર્જર થયેલી બેંકોની યાદી

- દેના બેંક અને વિજય બેન્કનું મર્જર બેન્ક ઓફ બરોડામાં થયું છે. જે 1 એપ્રિલ 2019થી પ્રભાવી થયું છે.

- ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું મર્જર પંજાબ નેશનલ બેંકમાં થયું છે.

- સિન્ડિકેટ બેન્કનું મર્જર કેનરા બેંકમાં થયું છે.

- આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં થયું છે.

- ઈલાહાબાદ બેન્કનું મર્જર ઇન્ડિયન બેંકમાં થયું છે. આ બધી જ બેન્કોનું મર્જર 1 એપ્રિલથી પ્રભાવી થશે.


ચેકબુકની જરૂરત


જ્યારે આપણે બેંકમાં સેવિંગ અથવા કરંટ એકાઉન્ટ ખોલાવીએ છોએ ત્યારે બેન્ક આપણને ચેકબુક આપે છે. આ ચેકબુકની મદદથી ગ્રાહક પૈસાની લેણદેણ કરી શકે છે. ચેકબુકમાં ઘણી જાણકારી હોય છે. જેમાં IFSC, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નીશન(MICR) કોડ હોય છે. મોટાભાગના કામ આ કોડની મદદથી થાય છે. ઉલ્લેખનીય છે કે, જો તમે આજે નવી ચેકબુક માટે અરજી કરો છો તો તમને 10 દિવસમાં નવી ચેકબુક મળી જશે.
First published: