1 લાખ કરોડના કૌભાંડનો માસ્ટર માઈન્ડ રવિ પાર્થસારથીની ધરપકડ, જાણો સમગ્ર ઘટનાક્રમ

1 લાખ કરોડના કૌભાંડનો માસ્ટર માઈન્ડ રવિ પાર્થસારથીની ધરપકડ, જાણો સમગ્ર ઘટનાક્રમ

 • Share this:
  નવી દિલ્લી: એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ (IL&FS)ના પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની શુક્રવારે ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા (EOW Chennai)એ ધરપકડ કરી છે. ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું.

  ચેન્નાઇ પોલીસની આર્થિક અપરાધ શાખાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, રવિ પાર્થસારતીની 63 મૂન્સ ટેક્નોલોજીસ લિ. (63 Moons Technologies Ltd)દ્વારા કરવામાં આવેલી ફરિયાદના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે. 1 લાખ કરોડના આ કૌભાંડમાં 63 મૂન ટેકના 200 કરોડ રૂપિયા ડૂબી ગયા હોવાનું જાણવા મળે છે. આ સિવાય ઘણી કંપનીઓએ એવા કેસ પણ કર્યા છે જેમના નાણાં ડૂબી ગયા હતા. ઇઓડબ્લ્યુએ જણાવ્યું હતું કે, આઈએલએન્ડએફએસના પૂર્વ અધ્યક્ષ રવિ પાર્થસારથિને 15 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. તેમજ તેમના જામીન કેસમાં સોમવારે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી થશે. ઇડી પણ આ સામે નાણાકીય છેતરપિંડીના ઘણા કેસોની તપાસ કરી રહી છે.  રવિ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની નજીક હોવાની સાબિતી

  આપને જણાવી દઈએ કે પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમની નજીકના રવિ પાર્થસારથિને આર્થિક ગુના વિંગ દ્વારા 1 લાખ કરોડના નુકસાનનો માસ્ટર માઇન્ડ ગણાવ્યો છે. પોતાના નિવેદનમાં ઇયુડબ્લ્યુએ જણાવ્યું હતું કે, તત્કાલીન મેનેજમેન્ટ દ્વારા આઈએલએન્ડએફએસની 350 થી વધુ કંપનીઓનો ઉપયોગ રવિ પાર્થસારથિની આગેવાની હેઠળ કૌભાંડ અને બનાવટી વાહન તરીકે કરાયો હતો.

  IL&FS ગ્રુપનું કુલ 91,000 કરોડનું દેવું

  IL&FS ગ્રુપનું કુલ 91,000 કરોડનું દેવું છે. આ જૂથની ઘણી કંપનીઓએ બેંકોની લોન પણ ચૂકવી નથી. પાર્થસારથી સામે, ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ બનાવટી, છેતરપિંડી અને નાણાકીય ગેરરીતિઓ સાથે નાણાકીય છેતરપિંડીનો કેસ પણ નોંધ્યો છે.

  2018માં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો

  IL&FSમાં થયેલા કૌભાંડ અંગેની માહિતી વર્ષ 2018માં સામે આવી હતી જ્યારે IL&FS અને તેની સહાયક કંપનીઓએ રોકડ તંગીના કારણે લોનની ચુકવણીમાં વિલંબ કર્યો હતો. આઈએલ એન્ડ એફએસ ઘણા સરકારી પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલ છે અને તેનું મોટાભાગનું દેવું ફક્ત સરકારી કંપનીઓને જ આપ્યું છે.
  Published by:kuldipsinh barot
  First published:June 12, 2021, 00:20 am

  ટૉપ ન્યૂઝ