Home /News /business /

GST Council Meeting : પનીર અને દહીં થશે મોંઘા, બેંક ચેક પર પણ લાગશે GST

GST Council Meeting : પનીર અને દહીં થશે મોંઘા, બેંક ચેક પર પણ લાગશે GST

આ વસ્તુઓ પર લાગશે જીએસટી

GST કાઉન્સિલની બે દિવસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકના પહેલા દિવસે મંગળવારે GSTમાં છૂટ આપવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જીઓમની રજૂઆતોને સ્વીકારી લેવામાં આવી છે.

    દહીં, પનીર, મધ, મટન અને માછલી જેવી બ્રાન્ડેડ વસ્તુઓ હવે વધુ મોંઘી થઈ શકે છે. આ તમામ ખાદ્ય પદાર્થો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (Goods and service tax, GST) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ચેક ઈશ્યુ કરવામાં આવે તો બેન્ક તરફથી જે ચાર્જ વસૂલવામાં આવે છે, તેના પર પણ GST ચૂકવવાનો રહેશે.

    અધિકારીઓએ જણાવ્યું છે કે, GST પરિષદે રાજ્યોના નાણામંત્રીઓના તમામ મહત્વની રજૂઆતો સ્વીકારી લીધી છે. GST કાઉન્સિલ GST સાથે જોડાયેલ તમામ બાબતો અંગે મહત્વના નિર્ણયો લેતી સર્વોચ્ચ કાઉન્સિલ છે. GST પર જે છૂટ આપવામાં આવી હતી તે પરત ખેંચવા માટે રાજ્યોના નાણામંત્રીઓએ GST કાઉન્સિલને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાંથી મોટાભાગની રજૂઆતો સ્વીકારવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી GST કાઉન્સિલમાં રાજ્યોના નાણામંત્રીઓ પણ શામેલ થાય છે.

    આ પણ વાંચો -Ruchi Soya Industriesનું નામ બદલાયું, હવે આ નામથી ઓળખાશે કંપની

    કઈ વસ્તુઓને GSTમાંથી છૂટ આપવામાં આવી હતી


    GST કાઉન્સિલની બે દિવસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકના પહેલા દિવસે મંગળવારે GSTમાં છૂટ આપવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જીઓમની રજૂઆતોને સ્વીકારી લેવામાં આવી છે. બ્રાન્ડેડ અને લેબલ યુક્ત ખાદ્ય પદાર્થોને છૂટ આપવામાં આવી હતી. મટન (ફ્રોઝન સિવાય), માછલી, દહીં, પનીર, મધ, મખાના, સોયાબીન, વટાણા, ઘઉં, ઘઉંનો લોટ, ગોળ અને જૈવિક ખાદ્ય પદાર્થો પર હવે 5 ટકા GST વસૂલવામાં આવશે.

    ચેક પર પણ GST


    ચેક જાહેર કરવામાં આવે તો બેન્ક દ્વારા ચાર્જ વસૂલવામાં આવે છે. આ ચાર્જ પર 18 ટકા GST લેવામાં આવશે. એટલસ સહિત નકશા અને ચાર્ટ પર 12 ટકા GST વસૂલવામાં આવશે. બ્રાન્ડ વગરની જે વસ્તુઓનું છૂટક વેચાણ કરવામાં આવે છે તેના પર GST વસૂલવામાં નહીં આવે.

    આ પણ વાંચો -આ વીમા કંપનીઓ માનસિક બિમારીઓને કરે છે કવર, જુઓ આ લિસ્ટ

    જે હોટેલો એક દિવસનું રૂ.1000 થી ઓછુ ભાડૂ વસૂલે છે, તે હોટેલ રૂમ પર 12 ટકા GST લગાવવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. અત્યાર સુધી હોટેલ રૂમ પર GST વસૂલવામાં આવતું નહોતું. GST વધારવા માટે તેના દરને યુક્તિસંગત બનાવવું ખૂબ જ જરૂરી છે. GSTમાં ઘટાડો થતા તે 11.6 ટકા થઈ ગયો છે. શરૂઆતમાં GST વસૂલવામાં આવતો હતો તે સમયે GST 14.4 ટકા હતો.

    આજે કઈ બાબતો પર ચર્ચા થશે


    રાજ્યોને રેવન્યુ નુકસાનની ભરપાઈ કરવા માટે જૂન 2022 બાદ પણ ક્ષતિપૂર્તિ વ્યવસ્થા ચાલુ રાખવા અંગે કાઉન્સિલ આજે ચર્ચા કરી શકે છે. કસીનો, ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST વસૂલવા અંગે ચર્ચા થઈ શકે છે. છત્તીસગઢમાં GST ક્ષતિપૂર્તિ વ્યવસ્થા પાંચ વર્ષ માટે વધારવાની તથા રાજ્યની રેવન્યૂમાં ભાગીદારી 50 ટકાથી વધારીને 70-80 ટકા કરવાની માંગ કરવામાં આવી રહી છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Gst council meeting

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन