અમદાવાદ : બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાળથી ₹23હજાર કરોડના 31લાખ ચેકોનું કલીયરિંગ અટક્યું  


Updated: February 11, 2020, 8:10 PM IST
અમદાવાદ : બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાળથી ₹23હજાર કરોડના 31લાખ ચેકોનું કલીયરિંગ અટક્યું  
અવારનવાર પોતાની પડતર માંગણીઓ ન સંતોષતા હડતાળ ઉપર જવા મજબુર બેંક કર્મચારીઓની હડતાળથી નારાજ વેપારી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી  કરી છે.

અવારનવાર પોતાની પડતર માંગણીઓ ન સંતોષતા હડતાળ ઉપર જવા મજબુર બેંક કર્મચારીઓની હડતાળથી નારાજ વેપારી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી  કરી છે.

  • Share this:
અમદાવાદા : રાજ્યમાં બેન્ક કર્મચારીઓની બે દિવસની હડતાળથી ₹23હજાર કરોડના લગભગ 31લાખ ચેકોનું કલીયરિંગ અટક્યું છે. આ મામલો અંતે હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અને વેપારી સંગઠનો એ બેન્કોની હડતાલ સામે અરજી કરી છે.  સામે પક્ષે અરજદારો દ્વારા તેમના વકીલ આર. સી. જાની મારફતે રજુઆત કરાઈ હતી કે 31 જાન્યુઆરી તથા 1 ફેબ્રુઆરી એમ બે દિવસની બેંકોમાં હડતાળ ને કારણે ₹23હજાર કરોડના લગભગ 31લાખ ચેકોનું કલીયરિંગ અટક્યું હતું.

કેન્દ્ર સરકાર તથા રિઝર્વ બેન્ક દ્વારા જવાબ રજૂ ન કરાયો હોવાથી હાઇકોર્ટે 25 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી મુકરર કરી છે. અગાઉ હાઈકોર્ટે હડતાળને જનહિતમાં અયોગ્ય ગણાવી હતી. હાઇકોર્ટે સરકારને નિર્દેશ કર્યોં હતો કે સરકારી સેવા સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિ હડતાળ પર જાય તો તેમની સામે પગલાં લઇ શકાય. હાઇકોટૅ કરી હતી ટકોર જાહેર સેવા સાથે સંકળાયેલા લોકો હડતાળ પર ન જઈ શકે . જો હડતાળ પર જાય તો તેમના પગાર કાપી લેવા અને ખાતાકીય તપાસ પણ થઈ શકે છે. અગાઉ ની સુનાવણી દરમિયાન બેન્કોની હડતાલ સામે ગુજરાત હાઇકોર્ટે માં જાહેરહિત  અરજીને મામલે ગુજરાત હાઈકોર્ટે એ RBI, ઇન્ડિયન બેન્ક એસોસિએશન  ,બેન્ક યુનિયન ફેડરેશન, અને ફાઇનાન્સ મિનિસ્ટર ને નોટિસ ઈશ્યુ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અવારનવાર પોતાની પડતર માંગણીઓ ન સંતોષતા હડતાળ ઉપર જવા મજબુર બેંક કર્મચારીઓની હડતાળથી નારાજ વેપારી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી  કરી છે. જાન્યુઆરીમાં સળંગ બે દિવસ અને માર્ચમાં ત્રણ દિવસની બેન્ક કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી વેપારી સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારોની રજૂઆત છે કે આર્થિક હાડમારી ભોગવતા દેશમાં બેન્કો વારંવાર હડતાલ પાડશે તો નાના વેપારીઓનું શું થશે?

આ પણ વાંચો :  ગુજરાત : LRD ભરતી આંદોલન મામલે સરકાર ઝૂકી, જૂનો પરિપત્ર રદ થશે

જ્યારે લોકચર્ચા એ પણ ચાલે છેકે વાંક કોનો સરકારનો કે બેન્ક કર્મચારીઓનો? ત્યારે આ જાહેર હીત ની અરજી મા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અને અન્ય વિસ્તારોના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અરજદાર તરીકે રજૂઆત છે કે 15મી જાન્યુઆરીના રોજ યુનિયન ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે 31મી જાન્યુઆરી અને પહેલી ફેબુ્રઆરીના રોજ ભારતભરના બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.

10મી માર્ચના રોજ હોળીની જાહેર રજા છે. તેથી ત્યારબાદ 11મી માર્ચથી 13મી માર્ચ સુધી સળંગ ત્રણ દિવસ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. અરજદારની રજૂઆત છે કે એક અંદાજ પ્રમાણે આ હડતાલોના કારણે ભારતભરમાં 21 હજાર કરોડની નાણાંકીય વ્યવહારો રોકાશે અને ગુજરાત રાજ્યમાં 12 હજાર કરોડના નાણાંકીય વ્યવહારો ઠપ થશે.આ પણ વાંચો :  કોરોના વાયરસની અસર : ગુજરાતના એમ્બ્રોઇડરી યાર્નનાં વેપારીઓના 250 કરોડ સલવાયા  

બેન્ક કર્મચારીઓ તેમની વિવિધ 12 માગણીઓને લઇને હડતાલ પર ઉતરી રહ્યા છે. બેન્ક કર્મચારીઓની હડતાલ અવારનવારનો ઘટનાક્રમ બની રહ્યો છે. દેશ હાલ આર્થિક મંદી અને સ્લોડાઉનના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં બેન્કો હડતાલ પર ઉતરશે તો નાના વેપારીઓ કપરી પરિસ્થિતિમાં મૂકાશે.  બેન્ક કર્મચારીઓની જે માગણી છે તે અંગે હાલ સરકાર સાથે વાટાઘાટો ચાલી જ રહી છે તો આ મુદ્દે હડતાલ પર ઉતરવાનો કોઇ અર્થ નથી. વેપારીઓ ઉપરાંત સામાન્ય લોકોના આર્થિક વ્યવહારોને પણ બેન્કની લાંબી હડતાલોના કારણે અસર પડે છે. અરજદારની રજૂઆત છે કે વારંવાર હડતાલ કરનારા બેન્ક કર્મચારીઓ સામે યોગ્ય આદેશ થવા જોઇએ.
First published: February 11, 2020, 8:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading