Petrol Diesel Price: ફેબ્રુઆરીમાં પેટ્રોલની કિંમત 4.74 રૂપિયા વધી, માર્ચમાં 61 પૈસાનો ઘટાડો, જાણો આજનો ભાવ

Petrol Diesel Price: ફેબ્રુઆરીમાં પેટ્રોલની કિંમત 4.74 રૂપિયા વધી, માર્ચમાં 61 પૈસાનો ઘટાડો, જાણો આજનો ભાવ
પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price: માર્ચ મહિનામાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ત્રણ વખત ઘટાડો થયો હતો. આમ છતાં લગભગ દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ સમયે ઑલ ટાઇમ હાઇ છે.

  • Share this:
    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓ (Oil companies)એ આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price)માં કોઈ ફેરફાર નથી કર્યો. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિના (February month)માં પેટ્રોલની કિંમતમાં 16 વખત વધારે કરાયો હતો. જેના કારણે પેટ્રોલ 4.74 રૂપિયા મોંઘું થયું હતું. જ્યારે માર્ચ મહિનામાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ત્રણ વખત ઘટાડો થયો હતો. આમ છતાં લગભગ દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ સમયે ઑલ ટાઇમ હાઇ (All time high) છે.

    કેટલી વખતે વધારો અને કેટલી વખત ઘટાડો થયો



    ફેબ્રુઆરી-2021: ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલની કિંમત 16 વખત વધી હતી. જેના પગલે પેટ્રોલ 4.74 રૂપિયા મોંઘું થયું હતું. જ્યારે ડીઝલની કિંમતમાં પણ 16 વખત વધારો થયો હતો. જેના પગલે ડીઝલ 4.52 રૂપિયા મોંઘું થયું હતું.

    માર્ચ-2021: માર્ચમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ત્રણ વખત ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ પેટ્રોલ ફક્ત 61 પૈસા અને ડીઝલ ફક્ત 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે.

    આ પણ વાંચો: સુરત: કચરો ભરવાની ગાડીમાં વેન્ટિલેટર લાવીને SMC શું સાબિત કરવા માંગે છે? જરા શરમ કરો

    જાણો પેટ્રોલ ડીઝલની આજની કિંમત:

    >>દિલ્હી- પેટ્રોલ 90.56 રૂપિયા અને ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    >>મુંબઈ- પેટ્રોલ 96.98 રૂપિયા અને ડીઝલ 87.96 રૂપિયા પ્રતિ લીટર છે.
    >>કોલકાતા- પેટ્રોલ 90.77 રૂપિયા અને ડીઝલ 83.75 રૂપિયા પ્રતિ લીટર છે.
    >>ચેન્નઈ- પેટ્રોલ 92.58 રૂપિયા અને ડીઝલ 85.88 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> નોઇડા- પેટ્રોલ 88.91 રૂપિયા અને ડીઝલ 81.33 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> બેંગલુરુ- પેટ્રોલ 93.59 રૂપિયા અને ડીઝલ 85.75 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ભોપાલ- પેટ્રોલ 98.58 રૂપિયા અને ડીઝલ 89.13 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચંદીગઢ- પેટ્રોલ 87.14 રૂપિયા અને ડીઝલ 80.57 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> પટના- પેટ્રોલ 92.89 રૂપિયા અને ડીઝલ 86.12 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> લખનઉ- પેટ્રોલ 88.85 રૂપિયા અને ડીઝલ 81.27 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો: સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.



    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 06, 2021, 10:06 am

    ટૉપ ન્યૂઝ