Home /News /business /Used car: જૂની કાર ખરીદવાનું વિચારો છો? ખરીદી પહેલા આટલી બાબતનું રાખો ધ્યાન
Used car: જૂની કાર ખરીદવાનું વિચારો છો? ખરીદી પહેલા આટલી બાબતનું રાખો ધ્યાન
જૂની કારની ખરીદી
Buy used car: ટેસ્ટ ડ્રાઇવ પછી જ જૂની કાર ખરીદો. વાહન ચલાવતી વેળાએ અસામાન્ય અવાજો, કંપન કે યાંત્રિક સમસ્યાના અન્ય સંકેતોને ચકાસો. તમામ લાઇટ્સ, એર-કન્ડિશનર, પાવર વિન્ડો, બ્રેક અને અન્ય એસેસરીઝ ચકાસો.
નવી દિલ્હી: જો તમે કાર ખરીદવા માંગો છો અને તમારી પાસે અત્યારે નવી કાર (New car) ખરીદવાનું બજેટ નથી, તો તમે જૂની કાર (Used car) ખરીદી શકો છો. હાલ ભારતમાં જૂની કારનું મોટું માર્કેટ (Used car market in India) ઊભું થયું છે. ઘણા લોકો જૂની ગાડીઓની ખરીદી અને વેચાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમને જૂની કારના બહોળા વિકલ્પો મળશે. જોકે, જૂની કારની ખરીદી સમયે ખૂબ કાળજી લેવાની જરૂર પડે છે. છેતરપિંડી ન થાય તે માટે કાર વિશેની દરેક વસ્તુને ખૂબ જ સારી રીતે ચકાસવી પડે છે. zeebizના અહેવાલ મુજબ Spinnyના સ્થાપક અને CEO નીરજ સિંઘે જૂની કારની ખરીદી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું તે અંગે જાણકારી આપી છે.
1) યોગ્ય કારની પસંદગી
સૌથી પહેલા વ્યક્તિગત અને પારિવારિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે વાહન વિશે નિર્ણય કરો. ત્યારબાદ ફીચર્સ અને તમે કયા પ્રકારની કાર ખરીદવા માંગો છો તે અંગે વિચારો. દાખલા તરીકે, SUV કરતા હેચબેક અથવા કોમ્પેક્ટ સેડાન વધુ યોગ્ય હોઈ શકે છે. વધુ પડતો ખર્ચ ન થાય તે માટે ખરીદીનું બજેટ બનાવવું જોઈએ.
2) કોની પાસેથી જૂની કાર ખરીદવી?
ડીલરશીપ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જૂની કાર ખરીદી શકાય છે, પરંતુ કાર ખરીદવા પાછળની કાર્યવાહી કંટાળાજનક હોઈ શકે છે. બીજી તરફ ઓર્ગેનાઇઝ ડીલરો ખાસ કરીને ઓનલાઇન ફુલ-સ્ટેક કાર રિટેલ પ્લેટફોર્મ ગ્રાહકોને વધુ મૂલ્ય, સુવિધા અને સલામતી આપે છે. ત્યાં પારદર્શક પ્રક્રિયા પોર્ટલ અને ગ્રાહકો વચ્ચેનો વિશ્વાસ વધારે છે. અહીં ગ્રાહકોને 200-પોઇન્ટનું મૂલ્યાંકન કરાવ્યું હોય તેવા વાહનો મળશે. જૂની કારના ઓફલાઇન ડીલરો કરતા ઓનલાઇન રિટેલરો વધુ સુવિધા આપે છે અને વાહનોની વધુ સારી તપાસ કરે છે.
વેચાણ પછીની કોઈ પણ સમસ્યા માટે વોરન્ટીઝ અને ગેરંટી પણ ઉપલબ્ધ છે. તેમાં લિમિટેડ સમયગાળાની મની-બેક ગેરંટી, વેચાણ પછીની એક વર્ષની વોરંટી વગેરેનો સમાવેશ થાય છે. ગ્રાહકોને વાહનનો સંપૂર્ણ ઇતિહાસ પણ પૂરો પાડવામાં આવે છે, જેમાં માઇન્ટેઇનન્સ અને રિપેર સહિતની વિગતોનો સમાવેશ થાય છે. ઉપરાંત, પસંદગી માટે કારના બહોળા વિકલ્પો ઉપલબ્ધ હોય છે.
3) કિંમતનું શું ધ્યાન રાખશો?
સારું વાહન નક્કી કરેલા બજેટ કરતા પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ થઈ શકે છે. આવા વાહનની કિંમત બજેટ કરતા ઓછી હોવાનું સમજી નકારી કાઢશો નહીં. તે બચત વાર્ષિક જાળવણી, વીમા પ્રીમિયમ અથવા ઇંધણ ખર્ચને આવરી શકે છે.
4) ટેસ્ટ ડ્રાઈવ લો અને કારની સ્થિતિ તપાસો
ટેસ્ટ ડ્રાઇવ પછી જ જૂની કાર ખરીદો. વાહન ચલાવતી વેળાએ અસામાન્ય અવાજો, કંપન કે યાંત્રિક સમસ્યાના અન્ય સંકેતોને ચકાસો. તમામ લાઇટ્સ, એર-કન્ડિશનર, પાવર વિન્ડો, બ્રેક અને અન્ય એસેસરીઝ ચકાસો. અંતે એ પણ તપાસો કે, કાર સાથે કોઈ અકસ્માત થયો છે કે કેમ? વાહનની તપાસ કરવા માટે મિકેનિકને સાથે લઈ જવું શ્રેષ્ઠ છે.
કાર ખરીદતા પહેલા તમામ સંબંધિત દસ્તાવેજો ચકાસી લો. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વીમાના કાગળો, PUC અને NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) તપાસો. જો કાર લોન દ્વારા ખરીદવામાં આવી હોય તો NOC આવશ્યક છે. ડોક્યુમેન્ટ બનાવટી ન હોય તેનું ધ્યાન રાખો. અહીં આપેલી વસ્તુઓનું ધ્યાન રાખવાથી ગ્રાહકને ખૂબ સારી જૂની કાર મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર