હવે માત્ર એક મેસેજ કે મિસ્ડ કોલથી મેળવો તમારા પીએફ એકાઉન્ટના બેલેન્સની જાણકારી

પ્રતિકાત્મક તસવીર

જો તમે EPF બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા 4 રીતે પીએફ બેલેન્સ ચેક કરી શકો છો.

  • Share this:
જો તમે EPF બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા 4 રીતે પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. EPFOએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. મોબાઈલથી મેસેજ મોકલીને, મિસ્ડ કોલ કરીને અને વેબસાઈટના માધ્યમથી તમારા પીએફ બેલેન્સ વિશે જાણકારી મેળવી શકો છો.

કર્મચારીના પગારમાંથી 12% પૈસા EPFમાં જમા થાય છે અને નિયોક્તા તરફથી તેમાં 12% યોગદાન આપવામાં આવે છે. આ રૂપિયા પર સરકાર તરફથી વ્યાજની સુવિધા આપવામાં આવે છે.

EPF બેલેન્સ ચેક કેવી રીતે કરવું-

મેસેજ-

મેસેજના માધ્યમથી તમે પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. જો તમારુ યુએએન EPFO પાસે નોંધાયેલ છે, તો લેટેસ્ટ કન્ટ્રીબ્યુશન અને પીએફ બેલેન્સની જાણકારી મેસેજથી મેળવી શકાય છે. તે માટે તમારે 7738299899 નંબર પર EPFOHO UAN ENG લખીને મેસેજ કરવાનો રહેશે. છેલ્લા ત્રણ અક્ષાર ભાષા માટે છે. જો તમે હિન્દીમાં જાણકારી મેળવવા ઈચ્છો તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરવાનો રહેશે. આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળી ભાષામાં ઉપલબ્ધ છે. યુએએનના નોંધેલ મોબાઈલ નંબર પરથી આ મેસેજ મોકલવાનો રહેશે.

મિસ્ડકોલ-

તમે મિસ્ડ કોલ આપીને પણ તમારા પીએફ બેલેન્સની જાણકારી મેળવી શકો છો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 મિસ્ડ કોલ આપવાનો રહેશે. જે બાદ તમારા ફોનમાં EPFO પરથી એક મેસેજ આવશે, જેમાં તમને પીએફ ખાતાની માહિતી મળી જશે. તે માટે યુએએન સાથે બેન્ક એકાઉન્ટ, પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવુ જરૂરી છે. આ સર્વિસ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.

વેબસાઈટ

તમે EPFOની વેબસાઈટના માધ્યમથી બેલેન્સ ચેક કરી શકો છો. તે માટે EPFO પાસબુક પોર્ટલ પર જવાનું રહેશે. તે બાદ તમારે UAN અને પાસબુકથી લોગઈન કરવાનું રહેશે. ત્યાર બાદ ડાઉનલોડ વ્યૂ પાસબુકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

ઉમંગ એપ

EPFOના માધ્યમથી બેલેન્સ ચેક કરો. EPFO કર્મચારી ઉમંગ એપ્લિકેશના માધ્યમથી પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. EPF પાસબુક જોવા સિવાય દાવો કરી શકો છો. આ એક સરકારી એપ્લિકેશન છે, જેની મદદથી તમે અનેક પ્રકારની સુવિધાનો લાભ લઈ શકો છો. ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.

તે માટે તમારે EPFO પર જવાનું રહેશે – તે બાદ Employee Centric Services પર ક્લિક કરો – તે બાદ View Passbook પર ક્લિક કરો – પાસબુક જોવા માટે UANથી લોગઈન કરો.
First published: