તહેવારોમાં આ રીતે ઓળખો મીઠાઇ અસલી છે કે નકલી?

News18 Gujarati
Updated: October 24, 2019, 12:24 PM IST
તહેવારોમાં આ રીતે ઓળખો મીઠાઇ અસલી છે કે નકલી?
તહેવારોમાં આ રીતે ઓળખો માવાની બનેલી મીઠાઇ અસલી છે કે નકલી?

તહેવારોના સમય દરમિયાન બજારોમાં મીઠાઇઓ અને માવાનું પ્રમાણ ખૂબ હોય છે. તહેવારોમાં મીઠાઇની ખરીદી ઘણી થાય છે પરંતુ શુદ્ધ માવાની ગેરેન્ટી ક્યાંય નથી.

  • Share this:
ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. ધનતેરસ, દિવાળી, ન્યૂ યર (ગોવર્ધન પૂજા), ભૈયા દૂજ પછી પણ છઠ પૂજા સુધી ઉપવાસ અને તહેવારો આવે છે. તહેવારોના સમય દરમિયાન બજારોમાં મીઠાઇઓ અને માવાનું પ્રમાણ ખૂબ હોય છે. તહેવારોમાં મીઠાઇની ખરીદી ઘણી થાય છે પરંતુ શુદ્ધ માવાની બનેલી મીઠાઇની કોઇ ગેરેન્ટી નથી. આ સિઝનમાં નકલી સામાનનો જોરદાર વેપાર કરવામાં આવે છે.

છેલ્લા ઘણા વર્ષોમાં એવું ઘણી વખત બન્યું છે જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ તહેવારો દરમિયાન મીઠાઇની દુકાનો પર દરોડા પાડીને નકલી માવાની વસ્તુઓને બહાર કાઢી છે અથવા દુકાનદારો સામે કાર્યવાહી કરે છે. કેટલીક સરળ રીતો જાણો જેના દ્વારા તમે નકલી માવા અને કૃત્રિમ દૂધને સરળતાથી ઓળખી શકો.

ભેળસેળ અને નકલી દૂધને ઓળખોમાવા અને કૃત્રિમ દૂધને ઓળખવા માટે તેમાં આયોડિન સોલ્યુશન અને પેરાડિમિથિલ એમિનો બેન્જલડેહાઇડ સોલ્યુશન ઉમેરો.

ત્યારબાદ દૂધ, માવો અથવા પનીરમાં સ્ટાર્ચને ઓળખવા માટે, કાચનાં વાસણમાં પાણીમાં થોડું પનીર અથવા મીઠાઇ નાંખી, તેને થોડા સમય માટે ઓગળવા દો.જ્યારે તે પાણીમાં સારી રીતે ઓગળી જાય છે, ત્યારબાદ આયોડિન સોલ્યુશનના ચારથી પાંચ ટીપાં ઉમેરો અને તેમાં એક ચમચી મિક્સ કરો. આવી રીતે જ દૂધની ઓળખ પણ કરી શકાય છે.જો મીઠાઈઓ, દૂધ અથવા પનીરનો રંગ વાદળી થઈ જાય છે, તો તેનો અર્થ એ કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે. પરંતુ જો તે રંગ બદલતો નથી, તો તેનો અર્થ એ કે તે શુદ્ધ છે.

અનેક વખત વધુ નફો મેળવવા માટે દૂધમાં યુરિયા મિક્સ કરે છે જેથી તેઓ તહેવારોની સિઝનમાં વધતી માંગને પહોંચી વળવા મજબૂત નફો મેળવી શકે.

માવો ભેળસેળ છે કે નહીં તે ઓળખવા માટે, ગરમ પાણીમાં પનીર અથવા માવાને મિક્સ કરો અને તેમા થોડા ટીપાં પેરાડિમિથિલ એમિનો બેન્જલદેહાઇડ ઉમેરો. જો તેમાં યુરિયાની ભેળસેળ થતી હોય તો તેનો રંગ પીળો થઈ જશે.
First published: October 24, 2019, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading