Union Budget 2019 : બેંકમાંથી વધારે રોકડ ઉપાડી તો 2 % ટેક્સ લાગશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટની મુખ્ય વાતો, બેન્કીંગ ચાર્જીસમાં થયો વધારો

News18 Gujarati
Updated: July 5, 2019, 6:54 PM IST
Union Budget 2019 : બેંકમાંથી વધારે રોકડ ઉપાડી તો 2 % ટેક્સ લાગશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 5, 2019, 6:54 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે વર્ષ 2019-20નું અંદાજ પત્રક રજૂ કર્યુ હતું. આ અંદાજ પત્રકમાં તેમણે જાહેરાત કરી હતી કે જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં બેંકમાંથી રૂપિયા 1 કરોડથી વધારે રકમ ઉપાડશે તો રૂ.2 લાખ ટેક્સ આપવાનો રહેશે.

જોકે, સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. રૂપિયા 5 લાખની આવક સુધી એક પણ રૂપિયો ઇનકમટેક્સ નહીં લાગે પરંતુ તેનાથી વધુ ઇનકમ ધરાવતા લોકોએ ટેક્સ ચુકવવાનો રહેશે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે બેન્કમાથી રૂપિયા 2-5 કરોડ ઉપાડવા બદલ 3-5 ટકા ઇનકમટેક્સ લાદશે જ્યારે 5 કરોડથી વધુની રકમ પર 7 ટકા ચાર્જ લાગશે. આ ઉપરાંત ટેક્સ સ્લેબને સરળ કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો :  ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, અમીર જેટલું કમાશે તેટલો ટેક્સ આપવો પડશે

બજેટની ખાસ વાતો

  • સરકાર 1.95 કરોડ ગરીબો માટે 114 દિવસમાં મકાનો બાંધશે

  • Loading...

  • નાણા મંત્રી સીતારમણે કહ્યું કે પહેલાં જે ઘર બાંધવામાં 340 દિવસનો સમય થતો હતો તે 114 દિવસમાં તૈયાર થઈ જાય છે.

  • નાના દુકાનદારોને પેન્શન મળશે, 59 મિનિટમાં મળશે લોન
    3 કરોડ દુકાનદારોને પેન્શન યોજનાનો લાભ મળશે

  • જનધન ખાતાધારક મહિલાઓને 50,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મળશે
    એક કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે

  • આ વર્ષે જ ભારતનું અર્થતંત્ર 3 મિલિયન અબજ ડૉલરનું થશે

  • સાગરમાલા યોજના હેઠળ નવા બંદરોનો વિકાસ કરાશે

  • ઇનકમટેક્સ રિટર્ન ભરવા માટે પાન કાર્ડની આવશ્યકતા નથી.

  • એક કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે.

  • દેશમાં જળ અને વીજળીના સંકટને પહોંચવા પાવર અને વોટર ગ્રીડ બનાવાશે.

  • ભારતમાં ગ્રામિણ હાઇવે નેટવર્ક ઊભું કરવા માટે રૂપિયા 80,000 કરોડના પ્રોજેક્ટ કામ કરશે.

  • નવા ઘરની ખરીદી પર રૂપિયા 3.5 લાખની સબસિડી મળશે.

First published: July 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...