રસોઈ ગેસ બુકિંગ કરવાના નિયમોમાં બદલાવ, હવે સીમ પોર્ટેબ્લિટી જેમ બદલી શકાશે LPG Distributor

રસોઈ ગેસ બુકિંગ કરવાના નિયમોમાં બદલાવ

  • Share this:
    નવી દિલ્લી: કેન્દ્ર સરકાર ગ્રાહકોની સુવિધાઓને વધારવા માટે સતત કામ કરી રહી છે. હવે રસોઈ ગેસ સિલિન્ડર ગ્રાહકો (LPG Customers)એ સિલિન્ડર ભરાવવા માટે (LPG Cylinder Refill) કરવા માટે ગેસ ડિસ્ટ્રીબ્યુટર પોતાની જાતે જ પસંદ કરી શકે છે. મહત્વનું છે કે ગ્રાહક અત્યાર સુધી નક્કી કરેલા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી જ ગેસનો સિલિન્ડર ભરાવી શકતા હતા. હવે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ એલપીજી સિલિન્ડર બુકિંગ કરવા માટે નવો નિયમ લાગુ કરી દીધો છે. એવી જ રીતે ગ્રાહક ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સની જેમ જ એલપીજી ગેસ વિક્રેતા (LPG Distributors)ની સર્વિસ પસંદ ન આવતા ઈચ્છા અનુસાર રિફિલ પોર્ટેબિલિટી (Refill Portability)નો ફાયદો લઈ શકે છે. જેના માટે તમારે ઈન્ડિયાન ઓઈલે વન એપ (one app) નામની એક મોબાઈલ એપ બનાવી છે.

    રેટિંગ ખરાબ હોવા પર ગ્રાહક બદલી શકે છે ડિસ્ટ્રીબ્યુટર

    એપ સિવાય રસાઇ ગેસ ગ્રાહકો cx.indianoil.in પર ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર જઈને એલપીજી સિલિન્ડર વિતરક પણ પસંદ કરી શકે છે. આ લિંક પર ક્લિક કર્યા બાદ ગ્રાહકો પોતાની પસંદગી મુજબ રિફિલ ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકે છે. એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર, ગ્રાહકો તેમના વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુટરની સંપૂર્ણ લિસ્ટ તેમજ સેવા અંગે અન્ય ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા રેટિંગ્સને જોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો ડિસ્ટ્રીબ્યુટરનું રેટિંગ બગડે તો ગ્રાહક સરળતાથી અન્ય એલપીજી ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરી શકશે. IOC અનુસાર, ગ્રાહક બુકિંગ સમયે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી પણ કરી શકશે. મહત્લવનું છે કે, જો તમારી પાસે કોઈ અન્ય કંપનીનું ગેસ કનેક્શન છે, તો તમે કંપનીના વિતરક પાસેથી સિલિન્ડર તો જ મેળવશો જો તમે તેની એપ અથવા વેબસાઈટ દ્વારા બુક પણ કરાવી શકો છો.





    આ પણ વાંચો: આ છે LICનો રિટાયરમેન્ટ માટે બેસ્ટ પ્લાન, દરરોજનાં રૂ 200 રોકી મેળવો 28 લાખ

    ગ્રાહકો કેવી રીતે એલપીજી સિલિન્ડર બુક કરી શકે છે

    1. મોબાઈલ એપ અથવા IOC ના પોર્ટલની મુલાકાત લઈને લોગીન કરો.

    2. આ પછી એલપીજી ડિસ્ટ્રીબ્યુટર સંપૂર્ણ યાદી અને રેટિંગ બતાવવામાં આવશે.

    3. ઇચ્છિત ડિસ્ટ્રીબ્યુટરના નામ પર ક્લિક કરો.

    4. માંગવામાં આવેલી વિગતો ભર્યા પછી, સિલિન્ડર બુક કરવામાં આવશે.

    5. તમે સરકારી એપ UMANG થી રિફિલ પણ બુક કરાવી શકો છો.

    6. રિફિલ બુકિંગની ચુકવણી ભારત બિલ પે સિસ્ટમ એપથી કરી શકાય છે.

    7. આ સિવાય એમેઝોન અને પેટીએમથી પણ પેમેન્ટ કરી શકાય છે.
    Published by:kuldipsinh barot
    First published: