પહેલી ઓગસ્ટથી બદલાઈ જશે આટલા નિયમ, સામાન્ય લોકો પર થશે સીધી અસર

1 ઓગસ્ટે રાંધણ ગેસના નવા ભાવ જાહેર થશે અને એટીએમ ટ્રાન્જેક્શનના ચાર્જમાં પણ ફેરફાર થશે, જાણો તમામ વિગતો

1 ઓગસ્ટે રાંધણ ગેસના નવા ભાવ જાહેર થશે અને એટીએમ ટ્રાન્જેક્શનના ચાર્જમાં પણ ફેરફાર થશે, જાણો તમામ વિગતો

  • Share this:
નવી દિલ્હી. આગામી 1 ઓગસ્ટથી કેટલાક એવા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે લોકોને સીધી કે આડકતરી રીતે અસર કરશે. ખાસ કરીને ICICI બેંક (ICICI Bank) તથા રિઝર્વ બેન્ક (RBI) દ્વારા બદલવામાં આવેલા નિયમોની અસર વધુ થશે. આ ઉપરાંત 1 ઓગસ્ટે રાંધણ ગેસના નવા ભાવ જાહેર થશે અને એટીએમ ટ્રાન્જેક્શનના ચાર્જમાં પણ ફેરફાર થશે. અહીં આગામી 1 ઓગસ્ટથી નિયમોમાં થનારા ફેરફાર અંગે જાણકારી આપવામાં આવી છે.

ATM ટ્રન્જેક્શન ચાર્જમાં વધારો

1 ઓગસ્ટથી એટીએમ ટ્રાંઝેક્શન ચાર્જ (ATM Transaction Charges)માં વધારો થશે. નાણાંકીય વ્યવહાર માટેની ઇન્ટરચેંજ ફીમાં પણ રૂ.2 વધશે. નિયમ મુજબ રૂ.15 ને બદલે રૂ.17 ચાર્જ વસૂલવામાં આવશે. આ સાથે જ નાણાકીય વ્યવહારો માટે રૂ.5 બદલે રૂ.6 ચૂકવવા પડશે. ઇન્ટરચેંજ ફીમાં વધારો આગામી 1 ઓગસ્ટથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી ફીને ઇન્ટ્રેજેન્સી ચાર્જ કહેવામાં આવે છે.

આ પણ વાંચો, Gold Price Today: 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ફરી ઘટાડો નોંધાયો, જાણો કેટલું સસ્તું થયું ગોલ્ડ?

ICICI Bankમાં આ નિયમ બદલાશે

ICICI Bank દ્વારા કરાયેલા ફેરફાર હેઠળ આગામી તા. 1 ઓગસ્ટથી બેંકના ATMમાંથી પૈસા કાઢવા મોંઘું પડશે. ચેકબૂકના નિયમ પણ બદલાશે. ICICI બેંક દ્વારા પોતાના ગ્રાહકોને વિનામૂલ્યે 4 ટ્રન્જેક્શનની છૂટ હોય છે. હવે 4 વખત પૈસા કાઢ્યા બાદ ચાર્જ દેવો પડશે. રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ માટે ICICI બેંક 4 કેશ ટ્રન્જેક્શનની સુવિધા વિનામૂલ્યે આપે છે. ત્યારબાદ દરેક ટ્રન્જેક્શન પર રૂ.150 ચુકવવા પડશે.

>> ઓગસ્ટ મહિનાથી ICICI બેંકના ગ્રાહકો પોતાની હોમ બ્રાન્ચમાંથી રૂ.1 લાખ કાઢી શકશે.
>> ત્યારબાદ ટ્રન્જેક્શન થાય એટલે રૂ.1000 દીઠ રૂ. 5 ચૂકવવા પડશે.
>> હોમ બ્રાન્ચ સિવાય અન્ય બ્રાન્ચમાંથી દરરોજ રૂ. 25 હજાર સુધી કેશ ઉપાડવા પર કોઈ ચાર્જ નથી
>> જોકે, ત્યારબાદ રૂ.1000 દીઠ રૂ. 5 ચૂકવવા પડશે.

ચેકબૂક પર આટલો ચાર્જ લેવાશે

25 પેજની ચેકબૂક વિનામૂલ્યે રહેશે. ત્યારબાદ દર 10 પેજની વધારાની ચેકબૂક માટે રૂ. 20 ચૂકવવામાં રહેશે.

આ પણ વાંચો, Zomato IPO Listing: ઝોમેટોનો શૅર 116 રૂપિયા પર લિસ્ટ થયો, ઇશ્યૂ પ્રાઇઝથી 51% ઉપર

બેંકની રજામાં પણ સેલેરી થઈ જશે

થોડા દિવસ પહેલા RBIએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (National Automated Clearing House- NACH) અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ રાખવાની ઘોષણા કરી હતી. NACHના માધ્યમથી જ સેલેરી, પેંશન, ડિવિડન્ટ કે વ્યાજ સહિતની ચુકવણી થાય છે. જેથી 1 ઓગસ્ટથી સાતેય દિવસ અને 24 કલાક આ સુવિધા મળશે. જેના કારણે રવિવાર કે અન્ય કોઈ બેંક હોલીડે પર પણ સેલેરી, પેંશન, ડિવિડન્ટ કે વ્યાજ સહિતની ચુકવણી થઈ જશે. એકંદરે નિશ્ચિત તારીખે સેલેરી અને પેંશન મળી જશે.

રાંધણ ગેસના ભાવ

LPGના બાટલાના ભાવમાં પણ 1 ઓગસ્ટથી ફેરફાર થશે. ઉલ્લેખનીય છે કે, દર મહિને 1લી તારીખે ઘરેલુ રાંધણ ગેસ અને કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરાય છે.
First published: