Home /News /business /NPSમાં રૂપિયા ઉપાડવા માટે બદલાયા નિયમ, હવે આ દસ્તાવેજ વિના અટકી જશે કામ

NPSમાં રૂપિયા ઉપાડવા માટે બદલાયા નિયમ, હવે આ દસ્તાવેજ વિના અટકી જશે કામ

હવે આ દસ્તાવેજ વિના નહિ ઉપાડી શકો રૂપિયા

જાણકારી અનુસાર, આ નિયમ 1 એપ્રિલથી લાગૂ થઈ ગયો છે. ભારતમાં પેન્શનના સુપરવિઝન અને રેગુલેશન માટે બનાવવામાં આવેલી રેગુલેટરી પેન્શન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ફંડ ઓથોરિટીએ પહેલાથી જ કહ્યું હતું, કે સબસ્ક્રાઈબરના હિતમાં અને તેમની વાર્ષિક આવકની સમયસર ચૂકવણીનો લાભ આપવા માટે 1 એપ્રિલથી દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત હશે.

વધુ જુઓ ...
  • moneycontrol
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ પેન્શન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બધી નેશનલ પેન્શન સિસ્ટમના ગ્રાહકો માટે રૂપિયા નીકાળવાના નિયમોમાં ફેરફાર કરી દીધો છે. હવે કેટલાક દસ્તાવેજોને સેંન્ટ્રલ રેકોર્ડ કોપિંગ એજન્સી પર પેન્શન કોર્પસ નીકાળતા પહેલા અપલોડ કરવા અનિવાર્ય હશે. એનપીએસ ઉપાડ સાથે જોડાયેલો આ નિયમ એનપીએસથી બહાર નીકળનારા ગ્રાહકો માટે વાર્ષિક ચૂકવણીને ઝડપી અને સરળ બનાવી દેશે.

1 એપ્રિલથી લાગુ થઈ રહ્યા છે આ નિયમો


જાણકારી અનુસાર, આ નિયમ 1 એપ્રિલથી લાગૂ થઈ ગયો છે. ભારતમાં પેન્શનના સુપરવિઝન અને રેગુલેશન માટે બનાવવામાં આવેલી રેગુલેટરી પેન્શન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ફંડ ઓથોરિટીએ પહેલાથી જ કહ્યું હતું, કે સબસ્ક્રાઈબરના હિતમાં અને તેમની વાર્ષિક આવકની સમયસર ચૂકવણીનો લાભ આપવા માટે 1 એપ્રિલથી દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત હશે.

આ પણ વાંચોઃ દર મહિને 1 લાખની કમાણી કરવી હોય તો શરૂ કરો આ બિઝનેસ, ઝડપથી વધી રહી છે માંગ

ક્યા ક્યા દસ્તાવેજો જમા કરવા પડશે


આ દસ્તાવેજોમાં NPS ઉપાડ ફોર્મ, ઉપાડની વિનંતિમાં ઉલ્લેખિત ઓળખ અને રહેઠાણનું પ્રમાણ પત્ર, બેંક પાસબુક અને PRAN કાર્ડની કોપી લગાવવી અનિવાર્ય કરી દેવામાં આવી છે. પેન્શન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે,1 એપ્રિલ 2023થી આ દસ્તાવેજો અપલોડ કરવા અનિવાર્ય હશે.

આ પણ વાંચોઃ 3 એપ્રિલથી ઓપન થઈ રહ્યો છે આ કંપનીનો IPO, રોકાણને લઈને એક્સપર્ટ આપી રહ્યા છે આ સલાહ


NPSમાં સામેલ છે આટલા લોકો


વર્તમાન સમયમાં એનપીએસ હેઠળ 567,116 લાભાર્થી સામેલ છે. PERDAના આંકડાઓ પ્રમાણે, એનપીએસ હેઠળ વર્તમાન સમયમાં 60 વર્ષથી વધારે ઉંમરના 567,116 લાભાર્થી છે. જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારી સેવાનિવૃત થયા પછી માસિક પેન્શન મેળવવા પાત્ર છે. જાણકારી અનુસાર, રિટાયરમેન્ટ સમયે કોઈ પણ કર્મચારીની જેટલી માસિક આવક હોય છે તેમની અડઘી રકમ તેને દર મહિને પેન્શનના રૂપમાં આપવામાં આવે છે. નવી પેન્શન વ્યવસ્થા હેઠશ કર્મચારી તેના પગારનો એક ભાગ પેન્શન ફંડમાં જમા કરાવે છે. તેના આધાર પર, તેઓ નિવૃતિ સમયે એકસાથે રકમ મેળવવા પાત્ર હોય છે.
First published:

Tags: Business news, Nps, Pensioners

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો