Home /News /business /Bank Locker Rules: 1 જાન્યુઆરીથી બેંક લોકર ધરાવતા ગ્રાહકોને થશે ફાયદો

Bank Locker Rules: 1 જાન્યુઆરીથી બેંક લોકર ધરાવતા ગ્રાહકોને થશે ફાયદો

બેંક લોકર હોય અથવા રાખવાનો પ્લાન હોય તો નવા નિયમો ફાયદાકારક સાબિત થશે.

Bank Locker Rules: જો તમે પણ બેંકમાં લોકર ધરાવો છો અથવા બેંક લોકર લેવાનો પ્લાન છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી જ તમારા લોકરના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

નવી દિલ્હીઃ જો તમે હજુ પણ બેંક લોકરનો ઉપયોગ કરો છો અથવા બેંક લોકર લેવાનો પ્લાન છે તો તમારા માટે આ ખૂબ જ કામના સમાચાર છે. હકીકતમાં 1 જાન્યુઆરી 2023થી બેંક લોકરના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વે બેંકે તમામ પ્રમુખ બેંકોને 1 જાન્યુઆરી 2023 પહેલા પોતાના ગ્રાહકોને લોકર એગ્રીમેન્ટ આપવા માટે કહ્યું છે. જે બાદ આરબીઆઈના રિવાઇઝ નિયમો અનુસાર બેંક એ નક્કી કરશે કે તેમના લોકર નિયમો અનુસાર બેંક એ નક્કી કરશે કે તેમના લોકર એગ્રીમેન્ટમાં કોઈ અયોગ્ય નિયમ કે શરત તો નથીને. બેંકો પોતાના હાલના લોકર ગ્રાહકો સાથે પણ એગ્રીમેન્ટ રિન્યુ કરશે. 1 જાન્યુઆરી 2023થી નવા લોકર નિયમો લાગુ થઈ જશે.

આ પણ વાંચોઃ મેક્સિકોથી લાવેલું 'રણનું સોનું' ઉગાડીને અહીં ખેડૂતો એક એકરમાં કરે છે લાખોની કમાણી

SMS દ્વારા બેંકો આપશે નવા નિયમની જાણકારી


નવા નિયમો લાગુ થયા બાદ બેંકો ગ્રાહકો સાથે લોકરને લઈને મનમાની નહીં કરી શકે. બેંક લોકરમાં રહેલા સામાનને કોઈ નુકસાની પહોંચે છે તો બેંકની જવાબદારી નક્કી કરવામાં આવશે. તેમજ આ માટે બેંકોએ 31 ડિસેમ્બર સુધીમાં આ એગ્રીમેન્ટ સાઈન કરવા પડશે. ગ્રાહકોને નવા લોકર નિયમો અંગે એસએમએસ દ્વારા જાણકારી આપવી પડશે.

બેંક કરશે નુકસાનની ભરપાઈ


RBIના નવા નિયમો મુજબ જો બેંકની ભૂલના કારણે લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓને નુકસાન પહોંચશે તો તેના માટે બેંકે ગ્રાહકને ચૂકવણી કરવી પડશે. લોકર એરિયા અથવા બ્રાંચની સુરક્ષા માટે યોગ્ય પગલાં ઉઠાવવાની જવાબદારી બેંકની રહેશે. જોક બેંકના કોઈ કર્મચારી દ્વારા આચરવામાં આવેલા કોઈપણ પ્રકારની છેતરપિંડીના કારણે જો ગ્રાહકને નુકસાન જાય છે તો પણ બેંક લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીની રકમ ચૂકવણી કરવા માટે જવાબદાર રહેશે.


જોકે આ સ્થિતિમાં વળતર નહીં મળે


ભૂકંપ, પૂર, વીજળી પડવી, ચક્રવાત અથવા કોઈ અન્ય પ્રાકૃતિક આપત્તિના કારણે નુકસાન થાય છે તો બેંક વળતર આપશે નહીં. ગ્રાહકોની ભૂલ અથવા બેદરકારીના કારણે જો કોઈ નુકસાન જાય છે તો તેના માટે બેંક જવાબદાર રહેશે નહીં. RBIએ જણાવ્યું કે તમામ બેંકોએ નવા લોકર નિયમોને જાહેર કરવા પડશે જેથી ગ્રાહકના હિત સુરક્ષિત રહેશે. બેંકો IBA મારફત ડ્રાફ્ટ નિયમો અંતર્ગત મોડેલ લોકર એગ્રીમેન્ટ તૈયાર કરી શકે છે. જે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ બનાવવામાં આવ્યા છે.
First published:

Tags: Bank News, Business news, New rules