ચંદા કોચરે ICICI બેન્ક છોડી, સંદીપ બક્ષી નવા MD અને CEO બન્યા

News18 Gujarati
Updated: October 4, 2018, 2:26 PM IST
ચંદા કોચરે ICICI બેન્ક છોડી, સંદીપ બક્ષી  નવા MD અને CEO બન્યા
ચંદા કોચર

ICICI બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટિવ અધિકારી ચંદા કોચરે બેન્કને છોડી દીધી છે.

  • Share this:
ICICI બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝીક્યુટિવ અધિકારી ચંદા કોચરે બેન્કને છોડી દીધી છે. મળતી માહિતી પ્રમાણે બેન્કના સીઈઓ પદ ઉપરથી ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે. જોકે, ચંદા કોચરની અત્યારે રજાઓ ચાલી રહી છે.

તેમની સામે વીડિયોકોન લોન મામલે તપાસ ચાલી રહી છે. ICICI બેન્કે સંદીપ બક્ષીને નવા એમડી અને સીઈઓ બનાવ્યા છે. તેમની પાંચ વર્ષ સુધી આ પદ માટે નિમણુંક કરવામાં આવી છે. બેન્ક પ્રમાણે ચંદા કોચર વિરુદ્ધ ચાલી રહેલી તપાસથી કોઇ અસર નહીં પડે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સમાચારના પગલે ICICI બેન્કના શેરોમાં તેજી આવી છે. બેન્કના શેરોમાં આશરે 3 ટકા જેટલો વધારો નોંધાઇને રૂ.313 ઉપર પહોંચ્યો છે. ICICI સિક્યોરિટીના શેર પણ 1.75 ટકા વધ્યા છે.

બેન્કના બોર્ડએ ચંદા કોચરનું રાજીનામું સ્વીકારી દીધું છે. ICICI બેન્કે કહ્યું કે, ચંદા કોચરને બેન્કની દરેક સહયોગી કંપનીઓના બોર્ડની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
First published: October 4, 2018, 2:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading