LPG Cylinder Price: જો તમે હોળી પહેલા ગેસે સિલિન્ડર બુક કરાવવા માંગો છો તો અહીં તમારા માટે સારા સમાચાર છે. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન તમારા માટે ખાસ સમાચાર લઈને આવી છે.
મુંબઈ. LPG Cylinder Price: જો તમે હોળી પહેલા એલપીજી સિલિન્ડર (LPG Cylinder) બુક કરાવવા માંગો છો તો તમારા માટે આ સમાચાર ખાસ છે. હોળી (Holi 2022) પહેલા ગ્રાહકોને ફક્ત 634 રૂપિયામાં ગેસ સિલિન્ડર બુક કરાવવાનો મોકો મળી રહ્યો છે. સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL) ગ્રાહકો માટે સસ્તો સિલિન્ડર લઈને આવી છે. મોંઘવારીના આ જમાનામાં ગ્રાહકોના ખિસ્સા પર ભાર ઓછો કરવા માટે IOCL થોડો નાનો સિલિન્ડર એટલે કે 10 કિલોનો એલપીજી સિલિન્ડર લઈને આવી છે.
IOCLનો 10 કિલોનો એલપીજી સિલિન્ડર
IOCL કંપની સામાન્ય સાઇઝથી થોડી નાનો સાઇઝનો એટલે કે 10 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર લઈને આવી છે. આ સિલિન્ડરની ખાસિયત એવી છે કે આ નાનો, હળવો અને સસ્તો છે. કંપનીએ આ સિલિન્ડરનું નામ કમ્પોઝિટ સિલિન્ડર રાખ્યું છે. જે 14 કિલોગ્રામના સિલિન્ડરની સરખામણીમાં હળવો હોય છે. આ સિલિન્ડર જોવામાં ખૂબ સારો લાગે છે. આ ડિઝાઈન ગ્રાહકોને પસંદ પણ પડે છે.
કંપનીએ ટ્વીટ કરીને આપી જાણકારી
ગત દિવસોમાં ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ સિલિન્ડર પારદર્શક હોય છે. તેનું વજન 10 કિલોગ્રામ છે. આની કિંમત સામાન્ય 14 કિલોગ્રામના સિલિન્ડર કરતા ઓછી હોય છે. હળવો હોવાથી આ સિલિન્ડર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહે છે. પરિવાર તેમજ એકલા રહેતા લોકો માટે આ ખૂબ સારો વિકલ્પ છે.
કમ્પોઝિટ સિલિન્ડરની કિંમત 633.5 રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સિલિન્ડરને કાટ નથી લાગતો અને તેમાં બ્લાસ્ટ થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. આ બોટલ પારદર્શક હોવાથી તેને જોઈને ખબર પડે છે કે તેમાં કેટલો ગેસ બાકી છે.
માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો
પહેલી માર્ચના રોજ એલપીજી સિલિન્ડરની નવી કિંમત (LPG Cylinder latest price) જાહેર કરવામાં આવી હતી. મહિનાના પ્રથમ દિવસે સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, આ વધારો ફક્ત કૉમર્શિયલ સિલિન્ડર (Commercial LPG Cylinder)ની કિંમત પર કરવામાં આવ્યો હતો.
છ ઓક્ટોબર, 2021 પછી ઘરેલૂ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે ભાવમાં વધારો કે ઘટાડો નથી થયો. ઓક્ટોબર 2021થી ફેબ્રુઆરી 2022 સુધી કૉમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 170 રૂપિયાનો વધારો કરાયો છે. દિલ્હીમાં ઓક્ટોબર 2021માં સિલિન્ડરની કિંમત 1,736 રૂપિયા હતી, જે ફેબ્રુઆરી 2022માં વધીને 2012 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ ઘરેલૂ સિલિન્ડર ધારકોને ભાવ ન વધ્યા હોવાની રાહત મળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર