મુંબઈ: રોકાણકારો શેર બજારમાં ટ્રેડિંગ ઉપરાંત આઈપીઓમાં રોકાણ (Investment in IPO) કરીને પણ પોતાનું નસિબ અજમાવતા હોય છે. તાજેતરમાં આવેલા પારસ ડિફેન્સના આઈપીઓ (Paras defence IPO)એ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. પારસ ડિફેન્સના આઈપીઓની ઇશ્યૂ કિંમત 175 રૂપિયા હતી. આજે (18 ઓક્ટોબર) પારસ ડિફેન્સનો શેર 690 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આગામી સમયમાં કમાણી માટેના વધુ બે આઈપીઓ આવી રહ્યા છે. CNBC TV-18ના કહેવા પ્રમાણે સેબીએ Adani Wilmar અને Star Healthના આઈપીઓની અરજી મંજૂરી કરી દીધી છે. FMCG કંપની Adani Wilmar આઈપીઓ મારફતે ફ્રેશ ઇશ્યૂ મારફતે 4,500 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. જ્યારે સ્ટાર હેલ્થને પણ આઈપીઓની મંજૂરી મળી છે. આ કંપનીમાં બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી છે. જેના પગલે રોકાણકારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અદાણી વિલ્મર આઈપીઓ (Adani Wilmar IPO)
Adani Wilmar ફોર્ચ્યૂન બ્રાન્ડથી ખાદ્ય તેલ બનાવે છે. આ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ અને એશિયન એગ્રી બિઝનેસ વિલ્મર ઇન્ટરનેશનલનું જોઈન્ટ વેન્ચર છે. અદાણી ગૃપના આ સેગમેન્ટમાં મધર ડેરીની ધારા, નેચર ફ્રેશ, Cargill, મૈરિકોનું સફૌલા, એગ્રો ટેક ફૂડ્સનું સનડ્રોપ અને પતંજલિ ઓઈલ હોઈ શકે છે. સાથે જ રામદેવની કંપની Ruchi Soyaને પણ ટક્કર આપશે.
અદાણી વિલ્મર બિઝનેસ
અદાણી વિલ્મરના એડિબલ ઓઈલમાં અનેક પ્રોડક્ટ્સ છે. દરેક ઘરમાં Fortune Oilનો ઉપયોગ કરવામાં આવે છે. કંપની ચોખા, સોયાબીન, બેસન, દાળ, વનસ્પતિ, ખીચડી, સાબુ, લોટ, ખાંડ સહિત અનેક પ્રોડક્ટ તૈયાર કરે છે. મોટાભાગની પ્રોડક્ટ Fortune બ્રાંચના નામથી આવે છે.
અદાણી વિલ્મર એડિબલ ઓઈલ “ફોર્ચ્યુન” બનાવે છે. જેની શરૂઆત વર્ષ 1999માં થઈ હતી. ત્યારબાદ આ પ્રોડક્ટમાં લોકોનો વિશ્વાસ વધતો ગયો. અદાણી વિલ્મર અદાણી ગૃપ અને સિંગાપોરની કંપની વિલ્મરે જોઈન્ટ વેન્ચર સાથે કારોબાર કર્યો. આ એશિયાનું સૌથી મોટુ એગ્રી બિઝનેસ ગૃપ છે.
સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ આઈપીઓ (Star Health Insurance IPO)
અદાણી વિલ્મર ઊપરાંત સેબી તરફથી દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સને પણ આઈપીઓ માટે મંજૂરી આપી દીધી છે. આ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.