મોદી સરકાર આપી રહી છે એક લાખ રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે આ કામ
મોદી સરકાર આપી રહી છે એક લાખ રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે આ કામ
કિસાન વિકાસ પત્ર (KVP)- કિસાન વિકાસ પત્રમાં ન્યૂનતમ 1000 રૂપિયા સાથે ખાતું ખોલી શકાય છે. હાલમાં તેને વાર્ષિક 6.9 ટકા વ્યાજ મળી રહ્યું છે. કિસાન વિકાસ પત્રમાં વચન આપવામાં આવ્યું છે કે, 10 વર્ષ અને 4 મહિનામાં તમારું રોકાણ ડબલ થઈ જશે.
સરકારે આરોગ્ય સેતુ એપમાં ખામીઓ શોધનારાઓ માટે મોટી રકમના પુરસ્કારની જાહેરાત કરી છે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આરોગ્ય સેતુ (Aarogya Setu) માં અંગતતાને લઈ ઊભી થઈ રહેલી ચિંતાઓને જોતાં તેના સોર્સ કોડ (Source Code)ને સોફ્ટવેર વિકસિત કરનારા સમુદાય તરફથી તપાસ માટે ખોલવાની જાહેરાત કરી. સરકારે તેની સાથે જ તેમાં ખામીઓ જાણવા માટે મોટી રકમનું પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું છે કે દુનિયામાં કોઈ પણ અન્ય સરકાર આ મામલે આટલું ખુલ્લું વલણ નથી અપનાવતા. કાંતે કહ્યું કે, પારદર્શિતા, અંગતતા અને સુરક્ષાની આરોગ્ય સેતુ ડિઝાઇનનો મૂળ સિદ્ધાંત છે. તેના સોર્સ કોડને ડેવલપર સમુદાય માટે ખોલી દેવાથી ભારત સરકારની આ સિદ્ધાંતોના વ્યાપમાં રહેતા કામ કરવાની પ્રતિબદ્ધતા જાણી શકાય છે. દુનિયામાં ક્યાંય પણ કોઈ અન્ય સરકાર સ્ત્રોતને આટલા મોટાપાયે નથી ખોલતી.
કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)થી લોકોને સતર્ક કરવા માટે આરોગ્ય સેતુ એપ (Aarogya Setu App)ની શરૂઆત કરવામાં આવી, પરંતુ કેટલાક લોકોએ આ એપના દ્વારા લોકોના ખાનગી ડેટા એકત્ર કરવા અને તેમની ખાનગી જિંદગીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો. સરકારે આ ચિંતાઓનું સમાધાન કરવા માટે તે પગલું ઉઠાવ્યું છે. આ એપના સોર્સ કોડને ખોલી દેવામાં આવ્યા છે.
નેશનલ ઇન્ફોમેટિક સેન્ટરની મહાનિદેશક નીતા વર્માએ કહ્યું કે આ એપમાં ખામીને શોધી આપનારા લોકો માટે ચાર શ્રેણીમાં પુરસ્કાર રાખવામાં આવ્યા છે. તેમાં ખામી શોધવા અને તેના કાર્યક્રમમાં સુધારની ભલામણ આપવા માટે આ પુરસ્કાર રાખવામાં આવ્યું છે. વર્માએ કહ્યું કે સુરક્ષાના હિસાબથી સંવેદનશીલતાને લઈને ત્રણ શ્રેણીઓમાં પ્રત્યેકમાં એક લાખ રૂપિયાનું પુરસ્કાર રાખવામાં આવ્યું છે જ્યારે કોડમાં સુધારની ભલામણ માટે એક પુરસ્કાર એક લાખ રૂપિયાનું રાખવામાં આવ્યું છે. આરોગ્ય સેતુ એપ 2 એપ્રિલ 2020ના રોજ જાહેર કરવામાં આવી અને તેના હાલમાં લગભગ 11.5 કરોડ લોકો ઉપયોગ કરનારા છે.