Home /News /business /

દિવાળીના દિવસથી ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલા રૂપિયાથી થશે ઓછા

દિવાળીના દિવસથી ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલા રૂપિયાથી થશે ઓછા

દિવાળીના દિવસથી ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ

Petrol Diesel Prices- મોદી સરકારે Modi Government)આજે જાહેરાત કરી છે કે દિવાળીના દિવસે એટલે કે 4 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલની (Petrol Diesel Price)એક્સાઇસ ડ્યૂટી (Excise Duty)ઘટાડવામાં આવી રહી છે

  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દિવાળી (Diwali 2021) પર દેશને ખુશીના સમાચાર આપ્યા છે. મોદી સરકારે Modi Government)આજે જાહેરાત કરી છે કે દિવાળીના દિવસે એટલે કે 4 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલની (Petrol Diesel Price)એક્સાઇસ ડ્યૂટી (Excise Duty)ઘટાડવામાં આવી રહી છે. એક્સાઇસ ડ્યૂટી 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાની રાહત આપવામાં આવી રહી છે.

  અંદાજ પ્રમાણે ડીઝલમાં 11.50 ભાવ ઘટશે અને પેટ્રોલમાં 6.25 રૂપિયા ભાવ ઘટશે. ગુજરાતમાં આવતી કાલે નવો ભાવ અમલમાં રહેશે.

  આ પણ વાંચો - Flex Engine: ફક્ત આ ફેરફારથી ફ્લેક્સ ફ્યુઅલથી દોડશે તમારી કાર! જાણો કેવી રીતે?

  આ ઘટાડા પછી કેટલી રહેશે એક્સાઇસ ડ્યૂટી

  કેન્દ્ર સરકાર હાલના સમયે પેટ્રોલ પર 32.90 રૂપિયા અને ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇસ ડ્યૂટી વસુલે છે. સરકારના આ નિર્ણય પછી પેટ્રોલ પર એક્સાઇસ ડ્યૂટી ઘટીને 27.90 રૂપિયા અને ડીઝલ પર 21.80 રૂપિયા રહી જશે, સાથે કેન્દ્રએ રાજ્ય સરકારોને પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની અપીલ કરી છે. જેથી સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત મળી શકે.

  આ પણ વાંચો - Paytm IPO: આવતા અઠવાડિયે ખુલશે દેશનો સૌથી મોટો IPO, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ


  ખેડૂતોને મોટી રાહતની આશા

  મોદી સરકારના મતે ડીઝલ પર એક્સાઇસ ડ્યૂટી ઘટાડવાથી ખેડૂતોને સૌથી વધારે ફાયદો થશે. ખેડૂતોએ રવિ સિઝનની વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે. ડીઝલના ભાવ ઘટવાથી તમામમાં કામોમાં ખર્ચ ઘટશે અને થોડી રાહત મળશે. કેન્દ્ર સરકારે માન્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાથી મોંઘવારી વધી છે.

  દુનિયાભરમાં ઇંધણ આપૂર્તિમાં કમી જોવા મળી છે. જેના કારણે કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે. મોદી સરકારના મતે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલ જેવા ઇંઘણની કમી ના થાય અને તેની આપૂર્તિ રુકાવટ વગર યથાવત્ રહે. કેન્દ્રએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુધાર જોવા મળી રહ્યો છે અને આર્થિક ગતિવિધિયો ઝડપી બનાવવા માટે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇસ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેનાથી મોંઘવારી પણ લગામ લગાવી શકાશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Diesel, Diwali 2021, Excise duty, Petrol

  આગામી સમાચાર