કેન્દ્રિય રિન્યુએબલ ઊર્જા મંત્રી રાજ કુમાર સિંહે (Union minister Raj Kumar Singh)મિંટ એનર્જીસ્કેપ કોન્કલેવમાં જરૂરી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં (Gujarat)કચ્છના ખાવડામાં (Khavda) દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં (renewable energy park) લગભગ 14GWh ગ્રિડ સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના બનાવી છે. અધિક બેટરી સ્ટોરેજ ભારતના પાવર ગ્રિડને સ્થિર રાખવામાં મદદ કરી શકે છે. 1GWh (1,000-MWh) બેટરી ક્ષમતા 1 મિલિયન ઘરોને એક કલાક સુધી અને 30 હજાર ઈલેક્ટ્રિક કારોને વિજળી આપી શકે છે.
સિંહે કોન્કલેવમાં જણાવ્યું કે, ‘દુનિયામાં હાઈએસ્ટ ઈન્સ્ટોલ્ડ સ્ટોરેજની ક્ષમતા માત્ર 400MWh છે. હું સૌથી અધિક સ્ટોરેજ કેપેસિટી ધરાવતો પ્લાન્ટ રજૂ કરી રહ્યો છું. જે પ્રતિ કલાક 1,000 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરશે. જે દુનિયામાં સૌથી અધિક સ્ટોરેજ કેપેસિટી ધરાવતો હશે. રાષ્ટ્રીય ગ્રિડ સ્તરના સંચાલન માટે પ્રતિકલાક 4,000 મેગાવોટની આવશ્યકતા હશે.’
સરકાર ક્ષેત્રીય લોડ ડિસ્પેચ કેન્દ્ર પર ગ્રિડ સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમના લગભગ 4GWhની સ્થાપના માટે બોલીઓ લગાવવાની યોજના બનાવી રહી છે. NTPC લિમિટેડે 1GWh ગ્રિડ સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવા માટે એક વૈશ્વિક ટેન્ડર બહાર પડ્યું છે.
અહીં શરૂઆતમાં પ્રતિકલાક 1,000 મેગાવોટ ઉત્પન્ન કરવામાં આવશે, જે બાદ ભવિષ્યમાં પ્રતિ કલાક 4,000 મેગાવોટ ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ્ય છે. લેહ લદ્દાખમાં 10,000MW રિન્યુએબલ ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. ખાવડામાં પ્લાન્ટ 10,000-15,000MW રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો હશે.
સરકાર અનુસાર કચ્છના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક દુનિયામાં સૌથી વધુ ઊર્જા ઉત્પન્ન કરતો હશે, જે 30GW સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરશે. આ પ્રોજેક્ટ 72,600 હેક્ટરમાં ફેલાયેલ હશે, જે માટે રૂ.1.5 ટ્રિલિયન રોકાણની આવશ્યકતા હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પાર્કનું ડિસેમ્બરમાં લોકાર્પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં અને રાજસ્થાનના બિકાનેર, બાડમેર અને જેસલમેર જિલ્લામાં પાકિસ્તાનની સરહદે રહેલ પડતર જમીન પર સોલર અને પવન ઊર્જા પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે. ભારત પહેલેથી જ સૌર અને પવન ઊર્જાની ક્ષમતાના 100GWને પાર કરી ચૂક્યો છે અને હવે તે 63GWના નિર્માણ હેઠળ છે. 2022 સુધીમાં 175GW રિન્યુએબલ એનર્જી અને 2030 સુધીમાં 450GW ઊર્જા ઉત્પન્ન કરવાની યોજના છે.
સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી અનુસાર 2023 સુધીમાં ચાર કલાકના સ્ટોરેજ સાથે 27GW ગ્રિડ સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની આવશ્યકતા હશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે એડવાન્સ્ડ એનર્જી સ્ટોરેજ ગીગા ફેક્ટરી સ્થાપિત કરવા અંગેની યોજનાની જાહેરાત કરી છે. ભારતે તાજેતરમાં સ્ટોરેજ ઈકોસિસ્ટમ વિકસિત કરવા માટે રૂ. 18,100 કરોડ ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાનું અનાવરણ કર્યું છે.
લદ્દાખ યોજનામાં સૌર અને પવન પાર્કવાળા રણનૈતિક ક્ષેત્રમાં 10GW ગ્રીન એનર્જી ક્ષમતાનો સમાવેશ થાય છે. જેની મદદથી દેશના અન્ય ભાગોમાં વીજ આપૂર્તિ કરવા માટે બેટરી યુનિટ્સનો ઉપયોગ થશે. લદ્દાખ, થાર, કચ્છના રણ, લાહોલ અને સ્પીતિમાં 315.7GW સૌર અને પવન ઊર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. એક સ્ટડી અનુસાર, લગભગ 2050 સુધીમાં રૂ. 43.7 ટ્રિલિયન રોકાણની આવશ્યકતા રહેશે. સિંહે વધુમાં જણાવ્યું કે, આપણી પાસે પૂરતા સ્ત્રોત ઉપલબ્ધ છે, તે માટે યોગ્ય સ્ટોરેજની આવશ્યકતા રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર