અમદાવાદ : ન્યુ રાણીપમાં સેન્ટ્રલ GSTની ટીમનો દરોડો, 2435.96 કરોડનું મસમોટું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ : ન્યુ રાણીપમાં સેન્ટ્રલ GSTની ટીમનો દરોડો, 2435.96 કરોડનું મસમોટું કૌભાંડ ઝડપાયું
પ્રતિકાત્મક તસવીર

આ કૌભાંડનો આંકડો હજુ વધી શકે છે. લગભગ આ આંકડો 7250 કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં સેન્ટ્રલ જીએસટીની ટીમે મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આજે સેન્ટ્રલ જીએસટીની ટીમે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં દરોડા પાડી આ કૌભાંડ ઝડપ્યું હોવાની ઘટનાથી વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સેન્ટ્રલ જીએસટીની ટીમને માહિતી મળી હતી કે, એક સોની વેપારી દ્વારા સુનિયોજીત કાવતરૂ રચી મોટુ ટેક્સ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ મામલે સેન્ટ્રલ જીએસટીની ટીમે ન્યુ રાણીપમાં શુકન સ્માઈલ સિટીમાં રહેતા એક સોની વેપારીને ત્યાં દરોડો પાડી સોના-ચાંદી અને હીરાના બિલો બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડ લગભગ 2435.96 કરોડનું હોવાનું સામે આવી રહ્યું છે.આ પણ વાંચો - વાહન ચાલકો માટે Big New! પેટ્રોલના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારા માટે રહો તૈયાર, ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો

વિગતે ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં શુકન સ્માઈલ સિટીમાં રહેતા ભરત સોની દ્વારા સોના-ચાંદી અને હીરાના ખોટા બીલો બનાવી મસમોટુ કૌભાંડ આચરવામાં આવી રહ્યાની માહિતી જીએસટીના હાથ લાગી હતા. આ મામલે સેન્ટ્રલ જીએસટીની ટીમે દરોડો પાડી ભરત સોની નામના વેપારીની કસ્ટડી મેળવી મસમોટું 2453.96 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

આ પણ વાંચો - હવે LPG સિલિન્ડરનું બુકિંગ માત્ર મિસ્ડ callથી કરી શકાશે, નંબર જાહેર કર્યો - નોંધીલો

આ મામલે મળતી માહિતી અનુસાર, સોની વેપારી દ્વારા પુત્ર, પુત્રવધુ અને સાળાના નામે ટ્રેડિંગ ફર્મ સ્થાપવામાં આવ્યું હતું. તેમણે ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્કા જ્વેલર્સ, દીપ જ્વેલર્સ, એન.એસ એન્ટરપ્રાઈઝ, એસ.એ એર્નામેન્ટ્સ નામની ફર્મ બી-2 નામે પમ શરૂ કરી હતી. તેમના દ્વારા 2435.96ની કિંમત આંકી 72.25 કરોડની ક્રેડીટ મેળવી હતી, તેમણે ખરીદદારોના નામે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. હાલમાં આરોપીને કોર્ટમાં રજુ કરી 14 દિવસની જ્યુ. કસ્ટડી મેળવવામાં આવી છે. સેન્ટ્ર જીએસટી વિભાગને શંકા છે કે, આ કૌભાંડનો આંકડો હજુ વધી શકે છે. લગભગ આ આંકડો 7250 કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. આ મામલે ઈનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવી શકે છે.
Published by:kiran mehta
First published:January 06, 2021, 18:55 pm

ટૉપ ન્યૂઝ