નવી દિલ્હી. ત્રણ નવા કૃષિ સુધાર કાયદાઓની (Agri Marketing Reform laws) વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂતોના ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ખરીફ માર્કેટિંગ સીઝન (Kharif Marketing Season)માં અત્યાર સુધી 1.16 લાખ કરોડ રૂપિયાનું ટેકાના ભાવે (MSP) ધાનની ખરીદી 18 ટકા વધીને 614.25 લાખ ટન થઈ ચૂકી છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ ખરીફ માર્કેટિંગ સીઝન (KMS) 2020-21માં સરકાર MSPની હાલની યોજના અનુસાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવ પર ખરીફ 2020-21 પાકોની ખરીદી કરી રહી છે, જેવી રીતે ગયા સત્રોમાં કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ખરીફ માર્કેટિંગ સેશન ઓક્ટોબરથી શરૂ થાય છે. સરકારે પાંચ ફેબ્રુઆરી સુધી 614.27 લાખ ટન ધાનની ખરીદી કરી છે, જે ગયા વર્ષની આ અવધિમાં 521.93 લાખ ટનની ખરીદીથી 17.69 ટકા વધુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ ખરીફ માર્કેટિંગ સેશનમાં 1,15,974.36 કરોડ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી અભિયાનથી લગભગ 85.67 લાખ ખેડૂતો પહેલા જ લાભ લઈ ચૂક્યા છે.
આ પણ વાંચો, નાણા કમાવવાનો Formula: ઘરે બેઠા 30 હજાર રૂપિયા કમાવા છે તો શરૂ કરો આ બિઝનેસ
પંજાબે આપ્યું સૌથી વધુ યોગદાન
ધાનની અત્યાર સુધીની 614.27 લાખ ટનની કુલ ખરીદીમાંથી માત્ર પંજાબે 202.82 લાખ ટનનું યોગદાન આપ્યું છે, જે કુલ ખરીદીનો 33.01 ટકા હિસ્સો છે.
કેન્દ્ર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ પોતાની આવશ્યક્તાઓને પૂરી કરવા માટે ઘઉં તથા ચોખા જેવી ઉપજને ખરીદે છે. તે બજારની કિંમત ટેકાના ભાવથી નીચે આવતાં દાળ, અન્ય અનાજ અને કપાસ જેવા અન્ય પાકોની પણ ખરીદી કરે છે.
આ પણ વાંચો, માત્ર 5 લાખ રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 70 હજારની કમાણી
લાંબા સમયથી ખેડૂતો કરી રહ્યા છે પ્રદર્શન
હજારો ખેડૂત, જે મુખ્ય રીતે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના છે, દિલ્હીની સરહદો પર બે મહિના કરતાં વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગ છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવામાં આવે.