Home /News /business /કેન્દ્ર સરકારના કર્મચારીઓને તહેવારો પર મળી શકે છે ખુશખબર, સરકાર આપશે પગાર વધારો!
કેન્દ્ર સરકારના કર્મચારીઓને તહેવારો પર મળી શકે છે ખુશખબર, સરકાર આપશે પગાર વધારો!
તહેવારમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓને આપશે ભેટ.
તહેવારોનો સમય નજીક આવી રહ્યો છે, તેવામાં કેન્દ્ર સરકાર (central government )ના કર્મચારીઓ માટે ફરી એક ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે, કેન્દ્રિય કર્મચારીઓની સાથે પેન્શનધારકો(Pensioners)ના મોંઘવારી ભથ્થા(DA) અને મોંઘવારી રાહત(DR)માં વધુ એક વધારો મળશે.
નવી દિલ્હી: તહેવારોનો સમય નજીક આવી રહ્યો છે, તેવામાં કેન્દ્ર સરકાર (central government )ના કર્મચારીઓ માટે ફરી એક ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે, કેન્દ્રિય કર્મચારીઓની સાથે પેન્શનધારકો(Pensioners)ના મોંઘવારી ભથ્થા(DA) અને મોંઘવારી રાહત(DR)માં વધુ એક વધારો મળશે. આ નિર્ણય સરકાર દ્વારા હાલમાં જ કર્મચારીઓ (employees)ના ડીએને રિસ્ટોર કરાયા બાદ આવ્યો છે. ડીએ પહેલા 17 ટકા હતું. તેમાં હાલ વધારો કરીને 28 ટકા કરાયું છે. આ વધારો જુલાઇ 2021ના પગારથી લાગૂ કરાયો છે.
બેઝિક સેલેરીના 31 ટકા થશે DA
કેન્દ્ર સરકારે કર્મચારી હાઉસ રેન્ટ અલાઉન્સ(HRA)ને 24 ટકામાંથી 27 ટકા કરશે. આ તમામ વધારાની સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ DA અને DRમાં 3 ટકા વધારામાં પણ સામેલ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વધારો લાંબા સમયથી અટકળો અને અપેક્ષાનો વિષય બન્યો હતો. 3 ટકાના વધારાનો અર્થ એ હોઇ શકે કે ડીએ બેઝિક સેલેરીના 31 ટકા થઇ જશે.
કર્મચારી સંગઠનો સરકાર દ્વારા આ મુદ્દે આધિકારીક ઘોષણાની રાહ જોઇ રહ્યા છે. નોંધનીય છેકે AICPIના ડેટા સૂચવે છે કે DA 31 ટકાના દરે ચૂકવવાપાત્ર છે, કારણ કે જૂન 2021ના ઇન્ડેક્સમાં 1.1 પોઇન્ટનો વધારો થયો છે. આ વર્ષ માટેના પ્રથમ અર્ધવાર્ષિક માટે નક્કી કરાયેલા DAના વધારાની જાહેરાત સપ્ટેમ્બરમાં કરવામાં આવી શકે છે તેવું અનુમાન હતું. જોકે, હજુ સુધી સરકારા દ્વારા આ મુદ્દે કોઇ જ પ્રકારની ટીપ્પણી કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર, જો સપ્ટેમ્બરમાં આ વધારાની જાહેરાત કરવામાં આવે છે તો ઓક્ટોબરનો પગાર વધારા સાથે આવી શકે છે. બીજી બાજુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે સરકારે ડીએના વધારામાં સપ્ટેમ્બરનો પગાર પણ સામેલ કરવો જોઇએ.
આ રાજ્યોએ કર્યો DAમાં વધારો
સરકાર દ્વારા પગાર 28 ટકા વધારવાની જાહેરાત બાદ કેટલાક રાજ્યો એવા હતા કે, તેમણે સરકારી કર્મચારોના ડીએમાં પણ વધારો કર્યો હતો. યુપી, જમ્મુ-કાશ્મીર, આસામ, ઝારખંડ, હરિયાણા, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યોએ કહ્યું કે, તેઓ કર્મચારીઓ અને પન્શનરો માટે ડીએમાં પણ વધારો કરી રહ્યા છે. તે પૈકીના મોટા ભાગના રાજ્યોએ કેન્દ્ર સરકારની સરખામણીમાં 28 ટકા સુધી વધારો કર્યો હતો. પરંતુ તેમાં કેટલાક અપવાદો પણ હતા. ઉદાહરણ તરીકે કર્ણાટકે ડીએને માત્ર 21.5 ટકા સુધી જ રાખ્યું. નોંધનીય છે કે કોરોના મહામારીના કારણે દેશમાં આવેલી આર્થિક અસરોને ધ્યાનમાં રાખીને રાજ્યએ અગાઉ DAને સ્થગિત કર્યું હતું.
જો સરકાર દ્વારા તેમાં 3 ટકાનો વધારો લાગૂ કરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ડીએ બેઝિક સેલેરીના 31 ટકા થઇ જશે. ઉદાહરણ તરીકે બેઝિક સેલેરી રૂ.20,000ની આસપાસ છે તો પગારના 3 ટકા 600 રૂપિયા થશે. તેથી કર્મચારીને બેઝિક સેલેરી ઉપરાંત વધારે 600 રૂપિયા મળશે. હવે જો 31 ટકાના વધારાને ધ્યાનમાં લેવામાં આવે તો કર્મચારીઓ અને પેન્શનરોને મળતી બેઝિક સેલેરી પર રૂ.6200 વધારે મળશે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કહી શકાય કે, આગામી તહેવારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વધુ ખાસ બની શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર