Home /News /business /

પેટ્રોલની વધતી કિંમતોથી કેન્દ્ર સરકાર ચિંતિત! PM નરેન્દ્ર મોદીએ આપ્યો ભાવ ઘટાડવાનો Formula

પેટ્રોલની વધતી કિંમતોથી કેન્દ્ર સરકાર ચિંતિત! PM નરેન્દ્ર મોદીએ આપ્યો ભાવ ઘટાડવાનો Formula

ફાઇલ તસવીર

જો પહેલાની સરકારોએ દેશની આયાત પર નિર્ભરતાને ઓછી કરવાની દિશામાં કામ કર્યું હોત તો આજે સામાન્ય જનતા પર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોનું ભારણ ન પડતું- નરેન્દ્ર મોદી

  નવી દિલ્હી. દુનિયાના ત્રીજા સૌથી મોટા તેલ આયાત કરનારા ભારતે સઉદી અરબ (Saudi Arabia) અને બીજા તેલ ઉત્પાદક દેશો (OPEC)ને કાચા તેલના ઉત્પાદનમાં કાપનું સ્તર ઘટાડવાની માંગ કરી છે. ભારતે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ મોંઘું (Crude Oil) હોવાના કારણે ઇકોનોમિક રિકવરી અને ડિમાન્ડને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે જો પહેલાની સરકારોએ દેશની આયાત પર નિર્ભરતાને ઓછી કરવાની દિશામાં કામ કર્યું હોત તો આજે સામાન્ય જનતા પર પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોનું ભારણ ન પડતું.

  પેટ્રોલમાં એથેનોલની માત્રા વધારીને ઓછી કરવામાં આવી શકે છે આયાત

  PM મોદીએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20માં દેશની જરુરિયાતનું 85 ટકા ઇંધણ આયાત કરવામાં આવ્યું હતું. બીજી તરફ માત્ર 53 ટકા ગેસની આયાત કરવામાં આવી. જો આ આયાતને ઓછી કરવાની દિશામા; પહેલા પ્રયાસ કરવામાં આવ્યા હોત તો સામાન્ય જનતા પર ભારણ ઊભું ન થાત. સાથસાથ વડાપ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગને લઈને સંવેદનશીલ છે. તેથી પેટ્રોલમાં એથેનોલનો હિસ્સો વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો, શબનમને ફાંસી આપવાની સાથે જ પવન જલ્લાદ નોંધાવશે આ રેકોર્ડ, કહ્યુ- બસ તારીખની રાહ જોવાઈ રહી છે

  પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આગામી થોડાક મહિનાઓ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોને બદલે માંગ વધવા પર ભાર મૂકવો જોઈએ. મૂળે, સઉદી અરબે ફ્રેબ્રુઆરી અને માર્ચ 2021 દરમિયાન તેલ ઉત્પાદનમાં દર રોજ 10 લાખ બેરલનો કાપ મૂકવાની જાહેરાત કરી. ત્યારબાદથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. સઉદી અરબે તેલ નિર્યાત કરતા દેશોના સંગઠન અને રશિયા સહિત સહયોગી દેશો (OPEC Plus)ની સાથે સમજૂતી હેઠળ આ પગલું ભર્યું હતું. તેનાથી ક્રૂડ ઓઇલની કિંમત 63 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે, જે એક વર્ષનો ઉચ્ચતમ સ્તર છે. તેનાથી ભારતમાં પેટ્રોલની રિટેલ કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર જતી રહી છે.

  ભારત સહિત વિકાસશીલ દેશોની આર્થિક વૃદ્ધિ પર પડી રહી છે અસર

  ધર્મેન્દ્ર પ્રધાને ઉર્જા પરીદૃશ્ય પર 11મી આઇઇએ આઇઇએફ (IEA IEF) ઓપેકમાં કહ્યું કે કેટલાક સપ્તાહમાં કાચા તેલના ભાવમાં તેજીનું કારણ પહેલાથી માંગમાં ચાલ્યો આવતો ઘટાડો વધી જવાના કારણે છે. તેના કારણે ગ્લોબલ ઇકોનોમીની રિકવરી પર વિપરિત અસર પડી રહી છે. તેઓએ કહ્યું કે ભારતે મોંઘવારીને અનેક મોરચા પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ કાચા તેલના કારણે ઊભી થયેલી સ્થિતિ પર સરકાર કંઈ નથી કરી શકતી.

  આ પણ વાંચો, 1 એપ્રિલથી મોબાઇલ પર વાત કરવી અને ઇન્ટરનેટ યૂઝ કરવું પડશે મોંઘું, ટેલીકોમ કંપનીઓએ કરી તૈયારી

  તેઓએ જણાવ્યું કે કિંમતને લઈ સંવેદનશીલ ભારતીય ગ્રાહક પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ વધવાથી પ્રભાવિત છે. તેનાથી માંગ વૃદ્ધિ ઉપર પણ અરસ પડી રહી છે. તેના કારણે ભારત ઉપરાંત બીજા વિકાસશીલ દેશોના આર્થિક વૃદ્ધિ દર પર વિપરિત અસર પડશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Crude oil, Import, Indian economy, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર મોદી, મોદી સરકાર

  આગામી સમાચાર