1.20 લાખ લોકો પાસેથી PM કિસાન સમ્માન નિધિ સ્કિના પૈસા પરત લેવામાં આવ્યા

News18 Gujarati
Updated: December 21, 2019, 8:14 AM IST
1.20 લાખ લોકો પાસેથી PM કિસાન સમ્માન નિધિ સ્કિના પૈસા પરત લેવામાં આવ્યા
ફાઇલ તસવીર

Pradhan Mantri Kisan Samman Nidhi Scheme : ખોટા કાગળ આપીને પૈસા મેળવનાર લોકો પાસેથી સરકાર કોઈ પણ કિંમતે પૈસા પરત લેશે.

  • Share this:
ઓમ પ્રકાશ, નવી દિલ્હી : ખોટી રીતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)ના પૈસા લેનારા ખેડૂતો પાસેથી મોદી સરકારે (Modi Government) પૈસા પરત લીધા છે. કૃષિ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે સરકારે 1,19,743 લાભાર્થીઓના ખાતામાંથી આ પૈસા પરત લીધા છે. લાભ લેનારાઓના નામ અને બેંક ખાતાઓની આપવામાં આવેલી વિગતો વચ્ચે મેળ ખાતો ન હોવાથી આ પૈસા પરત થયા છે. આવું ફક્ત આઠ રાજ્યના ખેડૂતો સાથે થયું છે. રિપોર્ટમાં કૃષિ તેમજ કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખુદ આની જાણકારી આપી હતી.

કૃષિ મંત્રીનું કહેવું છે કે સ્કીમ અંતર્ગત પૈસાની લેવડ-દેવડની પ્રક્રિયા હવે વધારે કડક કરવામાં આવશે. હવે વેરિફિકેશનની નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે, જેનાથી ફરીથી આવું ન થાય.

કયા રાજ્યમાં કેટલા ખેડૂતો પાસેથી પૈસા પરત લેવામાં આવ્યા

>> જે ખેડૂતો પાસેથી પૈસા પરત લેવામાં આવ્યા છે, તેમાં ઉત્તર પ્રદેશ પ્રથમ નંબર પર છે. અહીંના 86,314 ખેડૂતો પાસેથી પૈસા પરત લેવામાં આવ્યા છે. આ સ્કિમના સૌથી વધારે લાભાર્થી (1,92,39,499) ઉત્તર પ્રદેશમાંથી છે.

>> આ મામલે બીજા નંબર પર મહારાષ્ટ્ર છે, જ્યાં 32,897 લોકો પાસેથી કિસાન નિધિના પૈસા પરત લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 79,49,570 લોકોને પૈસા મળી ચુક્યા છે.

>> હિમાચલ પ્રદેશમાં 346, ઉત્તરાખંડમાં 78, હરિયાણામાં 55, જમ્મુ-કાશ્મીરમાં 29, ઝારખંડમાં 22 અને આસામમાં 2 લોકો પાસેથી સરકારે પૈસા પરત લીધા છે. પૈસા પરત લેવાયા છે તેમાંથી મોટાભાગના રાજ્યમાં બીજેપીનું શાસનછે.આધાર વેરિફિકેશન જરૂરી બન્યું

સ્કિમ અંતર્ગત વર્ષે 6000નો લાભ લેવા માટે યોગ્ય દસ્તાવેજો આપો. આધાર કાર્ડ સાથે લિંક કરશો તો આવું નહીં થાય. ખોટા કાગળો આપવા પર પૈસા પરત લેવામાં આવી શકે છે. પહેલો હપ્તો એવા લોકોને પણ મળી ગયો હતો જેઓ લાભના સાચા હકદાર ન હતા. કારણ કે આ હપ્તો લોકસભા ચૂંટણી 2019 પહેલા ઉતાવળમાં ચુકવી દેવામાં આવ્યો હતો, આથી યોગ્ય ખરાઈ થઈ શકી ન હતી. પરંતુ હવે આવા 'બોગસ ખેડૂતો' સામે સરકારે લાલ આંખ કરી છે. સરકારે આવા લોકો પાસેથી આ રકત પરત લઈ રહી છે, જેનાથી આ પૈસા સાચા હકદાર ખેડૂતોને મળી શકે. આ માટે હવે આધાર વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

આટલા ખેડૂતોને પૈસા મળી ચુક્યા છે

કૃષિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 14.5 કરોડ ખેડૂત પરિવાર છે. મોદી સરકારે તમામ ખેડૂતોને આ પૈસા આપવાનો પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત આશરે 87 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. અત્યાર સુધી 8.44 કરોડ ખેડૂતોને તેનો ફાયદો મળી ચુક્યો છે. જેમાંથી ફક્ત 5.81 કરોડ લોકોને ત્રીજો હપ્તો મળ્યો છે. ખોટા કાગળો અને આધાર નંબર ન હોવાથી અસંખ્ય ખેડૂતોને પૈસા નથી મળી શક્યા. આથી જેમને પૈસા નથી મળ્યા તે ખેડૂતો તેનું આધાર કાર્ડ લિંક કરાવી દે. જો આવું નહીં કરો તો તેને લાભ નહીં મળે.પૈસા મેળવવા માટેની શરત

>> એમપી, એમએલએ, મંત્રી કે મેયરને આનો લાભ નહીં મળે. તેઓ ખેતી કરતા હશે તો પણ લાભ નહીં મળે.

>> કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિકારીઓ તેમજ 10 હજારથી વધારે પેન્શન મેળવતા ખેડૂતોને આ સ્કિમનો લાભ નહીં મળે.

>> વ્યવસાયિક, ડૉક્ટર, એન્જીનિયર, સીએમ, વકીલ, આર્કિટેક્ટ, જે ખેતી કરતા હોય તો પણ લાભ નહીં મળે.

>> ગત નાણાકીય વર્ષમાં ઇન્કમ ટેક્સની ચુકવણી કરનાર વ્યક્તિને આનો લાભ નહીં મળે.

>> કેન્દ્ર તેમજ રાજ્ય સરકારનો મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓને આનો લાભ મળશે.
First published: December 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading