રાહતના સમાચાર! હવે વાહન એક રાજ્યથી બીજા રાજ્યમાં શિફ્ટ કરવા પર ફરી રી-રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે!
રાહતના સમાચાર! હવે વાહન એક રાજ્યથી બીજા રાજ્યમાં શિફ્ટ કરવા પર ફરી રી-રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે!
વાહન રી-રજિસ્ટ્રેશનનો નિયમ હળવો બનાવ્યો
કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્ર, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને 5થી વધુ રાજ્યોમાં ઓફિસ ધરાવતી ખાનગી કંપનીઓના કર્મચારીઓની એક મોટી સમસ્યા હલ કરી દીધી છે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્ર (Defence Sector) સાથે સંકળાયેલા કર્મચારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ (Government Employees) અને 5થી વધુ રાજ્યોમાં ઓફિસ ધરાવતી ખાનગી કંપની (Private Sector)ઓના કર્મચારીઓની એક મોટી સમસ્યા હલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે (MoRTH) એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરનારા કર્મચારીઓને રાહત આપવા અને વાહનની પુન: નોંધણી (Vehicles Re-Registration)ની પ્રક્રિયાથી છૂટકારો મેળવવા આ સંબંધિત નિયમોને સરળ બનાવવા માટે નવી વ્યવસ્થાનો મુસદ્દો જાહેર કર્યો છે. (Draft Notification). આ અનુસાર, હવે નવા વાહન નોંધણી સિસ્ટમની દરખાસ્ત કરવામાં આવી છે.
વાહનો માટે IN seriesના ઉપયોગની દરખાસ્ત કરવામાં આવી છે
મંત્રાલયે જારી કરેલા ડ્રાફ્ટ મુજબ, આવા વાહનો માટે IN seriesની જોગવાઈ કરવામાં આવી છે. જો કે હાલમાં આ સિસ્ટમનો ઉપયોગ પાઇલટ પ્રોજેક્ટ તરીકે થશે. આ અંતર્ગત, એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થાનાંતરિત કર્મચારીઓના વાહનોની નોંધણીમાં IN શ્રેણીનો ઉપયોગ સૂચિત કરવામાં આવ્યો છે. આવા વાહનો પાસેથી મોટર વાહન વેરો 2 વર્ષ અથવા 2 વર્ષના મલ્ટીપ્લીકેશનમાં લેવામાં આવશે. આ સિસ્ટમના અમલ બાદ, લોકો કોઈ પણ ઝંઝટ વગર સરળતાથી પોતાના વાહનોને એક રાજ્યથી બીજા રાજ્યમાં લઇ જઈ શકશે, અને ચલાવી શકશે. સામાન્ય લોકો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટિપ્પણીઓ આપવા સત્તાવાર વેબસાઇટ પર ડ્રાફ્ટ સૂચના પોસ્ટ કરવામાં આવી છે.
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ડ્રાફ્ટની સૂચનાની સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર મૂકી છે. બધા લોકો 30 દિવસમાં આ અંગે ટિપ્પણી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી કર્મચારીઓની બદલી થાય છે અને વાહનોની ફરીથી નોંધણી કરાવવી પડે છે. હાલમાં, મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 47 હેઠળ અન્ય રાજ્યોમાં વાહનોના ઉપયોગ અંગે રજિસ્ટ્રેશનને ટ્રાંસફર કરવી પડે છે. આ માટે લોકોને 12 મહિનાનો સમય આપવામાં આવે છે. આવા લોકોએ પહેલા જ્યાંથી વાહન નોંધાયેલું છે, ત્યાંથી એનઓસી મેળવવી પડશે. આ પછી, નવા રાજ્યમાં રોડ ટેક્સ ભરવો પડશે. તે પછી, જ્યાં પ્રથમ વખત વાહનની નોંધણી કરાઈ હતી, ત્યાં રોડ ટેક્સ રિફંડ માટેની અરજી કરવી પડે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર