ડુંગળીના વધતા જતા ભાવથી પરેશાન લોકો ટપંક સમયમાં ગરે બેઠા સસ્તાભાવે ડુંગળી ખરીદી શકશે. ગ્રાહક મંત્રાલયએ ઈ-કોમર્સ કંપનીઓ સાથે બેઠક કરી તેમને 'નાફેડ' બજારમાંથી ડુંગળી લઈ લોકો સુધી સસ્તા ભાવે પહોંચાડવાનું કહ્યું છે. તમને જણાવી દઈએ કે, પુરતી માત્રામાં ડુંગળીની આવક ના થવાના કારણે ડુંગળીની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે. દેશના અન્ય રાજ્યોમાં પણ 50-70 રૂપિયા પ્રતિ કિલો ભાવ પહોંચી ગયો છે.
શું છે મામલો
- ગ્રાહક બાબતોના મંત્રાલયની ઈ-કોમર્સ કંપનીઓ સાથે બેઠક થઈ
- આ બેઠકમાં બિગ બાસ્કેટ, ગ્રોફર્સ, રિલાયન્સ ફ્રેશ જેવી કંપનીઓને કહેવામાં - આવ્યું કે, 'નાફેડ' બનારમાંથી ડુંગળી ખરીદી ગ્રાહકો સુધી સસ્તાભાવે પહોંચાડવામાં આવે.
- 'નાફેડ' બજારમાંથી 10,000 ટન ડુંગળી ખરીદશે
- 'નાફેડ' 800-1000 ટન ડુંગળીની ખરીદી કરી ચુક્યું છે
- પ્રાઈઝ સ્ટેબેલાઈઝેશન ફંડથી 'નાફેડ' ડુંગળીની ખરીદી કરી રહી છે.
ક્યારે મળશે રાહત
આજાદપુર શાકમાર્કેટના બટાકા-ડુંગળી એસોશિએશનના જનરલ સેક્રેટરી રાજેન્દ્રકુમારે ન્યૂઝ18 હિંદીને જણાવ્યું કે, શાકભાજીના ભાવોમાં ટુંક સમયમાં ઘટાડો જોવા મળશે, કારણ કે મોટાભાગના શાકભાજી ઉત્પાદક રાજ્યોમાં વરસાદ બંધ થઈ ગયો છે. જેથી ટુંક સમયમાં દિલ્લી અને આસપાસના રાજ્યોમાં આવક વધશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Onion, Onion prices