હવે ક્રૂઝથી કરાશે તીર્થયાત્રા, આ છે મોદી સરકારનો નવો પ્લાન

સમુદ્રની લહેરોમાં હવે વૃદ્ધોને તીર્થયાત્રા કરાવવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું કહેવું છે કે, જે રાજ્યોમાં વરિષ્ઠ નાગરીકોને તીર્થયાત્રા કરાવવાની યોજના છે.

News18 Gujarati
Updated: September 4, 2019, 4:01 PM IST
હવે ક્રૂઝથી કરાશે તીર્થયાત્રા, આ છે મોદી સરકારનો નવો પ્લાન
વૃદ્ધોની તીર્થયાત્રા યાદગાર રજાઓમાં બદલાઈ જશે
News18 Gujarati
Updated: September 4, 2019, 4:01 PM IST
દેશમાં વૃદ્ધો માટે ફરવાના સ્થળ એટલે તીર્થયાત્રા માનવામાં આવે છે. સરકારની કોશિસ છે કે, તેમની આ તીર્થયાત્રાને યાદગાર રજાઓમાં બદલાઈ જશે. સમુદ્રની લહેરોમાં હવે વૃદ્ધોને તીર્થયાત્રા કરાવવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું કહેવું છે કે, જે રાજ્યોમાં વરિષ્ઠ નાગરીકોને તીર્થયાત્રા કરાવવાની યોજના છે.

તેમણે કહ્યું કે, આપણા કેટલાક મોટા તીર્થ જેમ કે, ગુજરાતમાં સોમનાથ-દ્વારકા અને તામિલનાડુમાં રામેશ્વરમ તટ નજીક છે. એવામાં અમે ઈચ્છીએ છીએ કે, રાજ્ય તેમની તીર્થયાત્રા માટે ક્રૂઝનો ઉપયોગ કરે. ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વરિષ્ઠ નાગરીકો માટે તીર્થયાત્રા યોજના છે. સરકાર બસ તેના પરિવહનમાં ક્રૂઝને પ્રોત્સાહન આપવા માંગે છે. સરકાર ક્રૂઝ પર્યટન માટે એક નીતિ લાવશે જે સમુદ્રતટ અને આંતરિક જળમાર્ગ બંને પર ક્રૂજ પર્યટનને પ્રોત્સાહન આપશે.

ભારતમાં હાલમાં આ જગ્યા પર લઈ શકશો ક્રૂઝની મજા - અંગ્રિયા ક્રૂઝ ભારતની પહેલી ડોમેસ્ટિક લક્ઝરી ક્રૂઝ સર્વિસ આપનારી કંપની છે. ગત વર્ષે મુંબઈથી ગોવા વચ્ચે ક્રૂઝની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈના નવા ડોમેસ્ટિક ક્રૂજ ટર્મિનલથી શરૂ થનારી આ લક્ઝરી ક્રૂઝનું નામ અંગ્રિયા છે. આ ક્રૂઝમાં એક અંડર વોટર સ્પા છે, જિમ અને સ્વીમિંગ પૂલની વ્યવસ્થા સાથે બે રેસ્ટોરન્ટ, 6 બાર અને ત્રણ ઓપન ડેક પણ છે.

1 - અંગ્રિયાની મજા લેવા માટે તમારે પ્રત્યેક વ્યક્તિ 7 હજાર રૂપિયા ખરવા પડશે. 10 હજારનું સૌથી વધારે ભાડુ કપલ રૂમ માટે છે. દરરોજ સાંજે 5 કલાકે ક્રૂઝ મુંબઈથી ચાલે છે. જે અગામી દિવસે સવારે 9 કલાકે ગોવા પહોંચે છે.

2 - એબરોય મોટર વેસલ વૃદાં ક્રૂજ - આ ક્રૂઝ દ્વારા તમે કેરળ ટૂરની મજા બે-ગણી વધારે લઈ શકો છો. આ ફાઈવ સ્ટાર ક્રૂઝ તમને અલ્લેપીના નિર્મળ પાણીનો એક શાનદાર નજારાનો અહેસાસ અપાવશે. આ ક્રૂઝ પર 4 દિવસ અને 3 રાતનો ખર્ચ બે વયસ્ક અને 1 બાળક માટે લગભગ 1,33,500 રૂપિયા આવશે.

3 - કોસ્ટા ક્રૂઝ ભારતમાં પશ્ચિમી તટમાં 3થી 7 દિવસની ક્રૂઝ યાત્રા કરાવે છે. મુંબઈથી શરૂ થતી આ યાત્રા ચાર રાતમાં તમને કોચ્ચિ સુધી લઈ જાય છે અને અગામી 3 રાત્રીમાં તે માલદીવની રાજધાની માલા સુધી પહોંચી જાય છે.
Loading...

4 - એમવી પરમહંસ પર વિવાડા ક્રૂઝ - સુંદરવનના જંગલોમાં મેગ્રોવના ઝાડ દુનિયાના સૌથી મોટા ઈકોસિસ્ટમ છે. વિવાડા ક્રૂઝ પર તમે ચાર દિવસનો આનંદ લઈ શકો છો. આ ક્રૂઝ સુંદરવન ટાઈગર રિઝર્વ જંગલો વચ્ચેથી પસાર થાય છે. ખર્ચ - આ ક્રૂઝ પર 4 દિવસ અને 3 રાત્રીનો ખર્ચ બે વયસ્ક અને એક બાળક માટે લગભગ 48500 રૂપિયા અને 9000 રૂપિયા આવશે.

5 - આ ક્રૂઝ તમને ઉત્તર-પૂર્વ ભારતની લોકપ્રિય જગ્યાઓના દર્શન કરાવે છે. આ ક્રૂઝ પર બે રાત્રીથી લઈ 7 રાત્રી સુધીની યાત્રા કરાવવામાં આવે છે. જેના માટે અલગ-અલગ પેકેજ ઉપલબ્ધ છે. આ ક્રૂઝનું મુખ્ય આકર્ષણ કાજીરંગા નેશનલ પાર્ક અને પીકોક આઈલેન્ડ છે.
First published: September 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...