સરકારનો મોટો નિર્ણયઃ આગામી એક વર્ષ સુધી નવી સરકારી સ્કીમની જાહેરાત નહીં થાય

આત્મનિર્ભર ભારત બનાવવા માટે PM ગરીબ કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવેલી જાહેરાતો માટે ખર્ચ કરવાનું ચાલુ રહેશે

આત્મનિર્ભર ભારત બનાવવા માટે PM ગરીબ કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવેલી જાહેરાતો માટે ખર્ચ કરવાનું ચાલુ રહેશે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોનાના આ સંકટ (Coronavirus Pandemic) માં સરકાર (Government of India)એ મોટો નિર્ણય લેતાં આગામી એક વર્ષ સુધી નવી સરકારી સ્કીમ (Government Scheme) નહીં લાવવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના કારણે ઊભા થયેલા આર્થિક સંકટમાં ખર્ચ પર કાપ મૂકાતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat Policy) બનાવવા માટે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના (Prime Minister's Garib Kalyan Yojana) હેઠળ કરવામાં આવેલી જાહેરાતો માટે ખર્ચ કરવાનું ચાલુ રહેશે.

  સરકારનો મોટો નિર્ણય

  કોવિડ-19 સંકટ અને લૉકડાઉનની વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આદેશ અનુસાર માર્ચ 2021 સુધી કોઈ પણ નવી સ્કીમ શરૂ નહીં થાય. આદેશ FY20-21માં સ્વીકૃત કે મૂલ્યાંકનવાળી તમામ સ્કીમ પર લાગુ પડશે. એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટથી મળેલી સૈદ્ધાંતિક મંજૂરીવાળી સ્કીમ પણ સામેલ છે. તેમાં SFCના 500 કરોડથી ઉપરની નવી સ્કીમ ઉપર પણ બ્રેલ લાગેલી રહેશે. નાણા મંત્રાલયે રેવન્યૂમાં ઘટાડાનો હવાલો આપતાં આદેશ જાહેર કર્યો છે. નાણા મંત્રાલયના એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટે આ આદેશ 4 જૂને જાહેર કર્યો છે. મંત્રાલયો અને વિભાગોને પોતપોતાની યાદી 30 જૂન સુધી સોંપવાનું કહેવામાં આવ્યું છે.

  આ પણ વાંચો, સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર વધારીને આટલી કરી શકે છે સરકાર, ટાસ્ક ફોર્સની રચના

  સરકાર કરી ચૂકી છે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત

  દેશને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે આર્થિક સુધારાની સાથે કુલ 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. તેની પર પીએમ મોદી તરફથી લખવામાં ઓવલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા વિશ્વની સામે ઇકોનોમી રિવાઇવલનું એક ઉદાહરણ રજૂ કરશે.  આ પણ વાંચો, Mubadala 1.85% હિસ્સેદારી માટે Jio Platformsમાં કરશે 9,093.6 કરોડ રૂપિયાનું રોકાણ

  આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જાહેર 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ ભારતના દરેક નાગરિક તે ખેડૂત હોય કે નાનો વેપારી કે પછી કોઈ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવા હોય, તેમની સમક્ષ નવી તકોના યુગની શરૂઆત કરશે.

  આ પણ વાંચો, 10 લાખ કરોડની માર્કેટ કૅપ સાથે દેશની સૌથી મોટી કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
  Published by:Mrunal Bhojak
  First published: