Gratuityના નિયમોમાં થયો મોટો ફેરફાર, હવે આ ગણતરીથી થશે હિસાબ

Gratuityના નિયમોમાં થયો મોટો ફેરફાર (પ્રતિકાત્મક તસવીર)

gratuity rules- મોદી સરકારે (Modi government)કેન્દ્રીય કર્મચારીઓની Gratuity કેલક્યુલેટ કરવાના નિયમમાં ફેરફાર કર્યા છે

  • Share this:
મોદી સરકારે (Modi government)કેન્દ્રીય કર્મચારીઓની Gratuity કેલક્યુલેટ કરવાના નિયમમાં ફેરફાર કર્યા છે. હવેથી નવા નિયમોને આધારે જ નિવૃતિ પર Gratuity મળશે. જેના અંતર્ગત 1 જાન્યુઆરી 2004થી સરકારી સેવાઓ સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના (Central Government)તમામ કર્મચારીઓ આવરી લેવાશે. તાજેતરમાં જ જાહેર કરેલા સેન્ટ્રલ સિવિલ સર્વિસ અધિનિયમ,2021 (Central Civil Services Rules, 2021) પ્રમાણે Gratuity માટે કરવામાં આવેલો કોઈ પણ ક્લેમ આ જ નિયમો અનુસાર મળવા પાત્ર થશે. આ નવા નિયમ મુજબ કોઈ પણ સરકારી કર્મચારી જે દિવસે રિટાયર્ડ થશે અથવા તો રાજીનામું આપશે, તે જ તેનો અંતિમ વર્કિંગ ડે (Last Working Day) માનવામાં આવશે. જો કોઈ સંજોગોમાં સરકારી કર્મચારીનું મોત નિપજે તો તે દિવસને તેનો લાસ્ટ વર્કિંગ ડે માનવામાં આવશે.

શું છે ગ્રેજ્યુએટી?

જ્યારે કોઈ કર્મચારી કોઈ કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ કામ કરે તો કંપની તરફથી તેને નિશ્ચિત રકમ આપવામાં આવે છે, જેને ગ્રેજ્યુઈટી કહેવાય છે. પોતાના કર્મચારીઓને ગેજ્યુએટી આપવી કંપની માટે જવાબદારી હોવાની સાથે કાયદાને આધીન પણ છે.

ક્યારે મળે છે ગ્રેજ્યુએટી?

કર્મચારી 5 વર્ષની ક્વોલિફાઈંગ સર્વિસ પૂરી કરે ત્યારે તેને રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટીનો લાભ મળવા પાત્ર થાય છે. આ સિવાય જો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ કર્મચારી રીટાયર્ડ થાય, કર્મચારી દ્વારા રાજીનામું આપવામાં આવે, વોલેન્ટરી રિટાયરમેન્ટ લે અથવા તો કર્મચારી કોઇ દુર્ઘટના અથવા બિમારીને કારણે અપંગ થઇ જાય તો કંપની દ્વારા ગ્રેજ્યુએટીની રકમ આપવામાં આવે છે. પરંતુ આ ગ્રેજ્યુએટી મેળવવા માટે તેને કંપનીમાં કામ કરતા 5 વર્ષ પૂરા થયા હોવા જોઇએ. કર્મચારીનું મૃત્યુ થઇ જવા પર ગ્રેજ્યુએટીના નિયમમાં 5 વર્ષ પુરા થવા જરૂરી નથી.

આ પણ વાંચો - 100 વખત રીજેક્ટ થવા છતા ન હારી હિંમત, માત્ર 34ની ઉંમરે આ કામથી બની ગઇ અબજોપતિ

ગણતરી

સામાન્ય રીતે કર્મચારીની ગ્રેજ્યુએટી 2 વસ્તુઓ પર આધાર રાખે છે. કર્મચારીએ તે કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું અને તેનો છેલ્લો પગાર કેટલો હતો. આ સેલેરીમાં બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થુ સામેલ હોય છે. રીટાયરમેન્ટ ગ્રેજ્યુએટી કર્મચારીની સેલેરીથી ચોથા ભાગની રહેશે. દર 6 મહિને સર્વિસ પુર્ણ કરવા સાથે તેમાં વધારો થતો જશે, આ વધારો મહત્તમ 16.5 એટલે કે સાડા સોળ ગણા સુધીનો વધશે. ઓલ ઈંડિયા એકાઉન્ટ એન્ડ ઓડિટ કમિટીના જનરલ સેક્રેટરી હરિશંકર તિવારીના જણાવ્યા અનુસાર અહીં સેલેરીનો અર્થ બેઝિક પે છે. જે કોઈ પણ સરકારી કર્મચારીને તેના રિટાયરમેન્ટના પછી તરત મળવા પાત્ર હશે. ડૉક્ટરોની બાબતમાં Emoluments માં non-practising allowance પણ ઉમેરવામાં આવે છે અને આ અલાઉંસ તેમને પ્રાઈવેટ પ્રેક્ટિસના નામે આપવામાં આવે છે.

શું છે ક્વોલિફાયિંગ સર્વિસનો અર્થ?

ઓલ ઈંડિયા એકાઉન્ટ એન્ડ ઓડિટ કમિટીના જનરલ સેક્રેટરી હરિશંકર તિવારીના જણાવ્યા અનુસાર કર્મચારી કામ શરૂ કરે ત્યારથી તેની સર્વિસ શરૂ થઈ જાય છે. અહીં એ બાબત પર ધ્યાન આપવામાં આવશે કે ટેમ્પરરી અથવા કાર્યકારી ધોરણથી નિમણુક થવા સુધી કોઈ બ્રેક ન પડ્યો હોવો જોઈએ?

ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરી,2020 થી 30 જુન, 2021 દરમ્યાન રિટાયર્ડ થયેલા કર્મચારીઓને પણ આનો લાભ આપવામાં આવશે. 1 જાન્યુઆરી, 2020 થી 30 જુન, 2021 દરમ્યાન સેવાનિવૃત કર્મચારીઓ અને પહેલેથી જ રિટાયર્ડ કર્મચારી માટે રજાઓના બદલે ગ્રેજ્યુએટી અને કેશ પેમેન્ટ વન ટાઈમ રિટાયરમેંન્ટ લાભ અપાય તેવું પણ જાણવા મળી રહ્યું છે.
First published: