પેટ્રોલ-ડીઝલની કિંમત અડધી થવાની સંભાવના, સરકાર આ વિકલ્પ પર કરી રહી છે વિચાર

GSTના દાયરામાં આવ્યા બાદ પેટ્રોલ-ડીઝલની અંદાજીત કિંમત.

Petrol-Diesel price: પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે કેન્દ્ર સરકારે બંનેને જીએસટી હેઠળ લાવવાનો સંકેત આપ્યો છે. જો જીએસટીના સૌથી ઉપરના સ્લેબમાં પેટ્રોલ-ડીઝલને લાવવામાં આવે તો પણ કિંમતો અડધી થઈ જાય.

  • Share this:
    કુલદીપ સિંગોરિયા, નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ની કિંમત આકાશને સ્પર્શી રહી છે. જો કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવી દે તો આમ આદમીને મોટી રાહત મળી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Petroleum Minister Dharmendra Pradhan) આ વાતનો સંકેત આપ્યો છે. જો જીએસટીના મહત્તમ દર પર પેટ્રોલ અને ડીઝલને રાખવામાં આવે તો પણ બંનેની કિંમત ઘટીને વર્તમાન કિંમતથી અડધી થઈ જાય.

    હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારો વેટ વસૂલ કરે છે. આ બંને ટેક્સ એટલા છે કે 35 રૂપિયાનું પેટ્રોલ દેશના અલગ અલગ ભાગમાં 90થી 100 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જાય છે. 23 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 81.32 રૂપિયા પ્રતિ લીટર છે. જેના પર કેન્દ્ર સરકાર ક્રમશ: 32.98 રૂપિયા પ્રતિ લીટર અને 31.83 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરે છે. દેશમાં 1 જુલાઇ, 2017ના રોજ જીએસટી અમલમાં આવ્યો હતો. આ સમયે પેટ્રોલ-ડીઝલને તેમાંથી બાકાત રખાયા હતા. હવે નાણા મંત્રીએ પેટ્રોલ-ડીઝલની કિંમતો નીચે લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંયુક્ત સહયોગનું આહવાન કર્યું છે.

    આ પણ વાંચો: 28 વર્ષીય પરિણીતાએ આપઘાત માટે ઝેર ભેળવીને રાખેલો આઇસક્રીમ બે સંતાનો અને બહેન આરોગી ગયા, બે મોત

    જીએસટીમાં ઇંધણને શામેલ કરવાથી આવી અસર પડશે

    જો પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવામાં આવે તો દેશમાં ઇંધણની કિંમત એક સરખી થઈ જશે. જો જીએસટી પરિષદ ઓછા સ્લેબની પસંદગી કરે તો કિંમત ખૂબ ઘટી શકે છે. હાલમાં જીએસટીના ચાર સ્લેબ છે. જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા શામેલ છે. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારો એક્સાઇઝ ડ્યુટી અને વેટના નામે 100 ટકાથી વધારે ટેક્સ વસૂલ કરે છે.

    સરકારને આવકની ચિંતા

    કેન્દ્ર સરકાર માટે પેટ્રોલિયમ પેદાશો પર એક્સાઇઝ ડ્યુટી આવકનું મુખ્ય સાધન છે. આથી જીએસટી કાઉન્સિલ પેટ્રોલ અને ડીઝલને મહત્તમ સ્લેબમાં રાખી શકે છે. જે બાદમાં પણ તેના પર ઉપ-કર લગાવવામાં આવી શકે છે. સરકારી આંકડા પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલિયમ ક્ષેત્રથી સરકારી ખજાનામાં 2,37,338 કરોડ રૂપિયા આવ્યા હતા. જેમાં 1,53,281 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના અને 84,057 કરોડ રૂપિયા રાજ્ય સરકારોના હતા.



    વર્ષ 2019-20માં રાજ્યો તેમજ કેન્દ્ર માટે પેટ્રોલિયમ ક્ષેત્રમાં કુલ યોગદાન 5,55,370 કરોડ રૂપિયા હતું. જે રકમ કેન્દ્ર સરકારની આવકના લગભગ 18 ટકા અને રાજ્યોની આવકના 7 ટકા હતી. કેન્દ્રીય બજેટ 2021-22 પ્રમાણે કેન્દ્રને આ નાણાકીય વર્ષમાં ફક્ત પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીથી અંદાજીત 3.46 કરોડ રૂપિયા મળવાની આશા છે.

    આ પણ વાંચો: બનાસકાંઠા: 'અમે સાથે જીવી ન શક્યા પરંતુ અમારા અગ્નિસંસ્કાર એકસાથે કરજો,' કેનાલમાં જંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

    રાજસ્થાનમાં સૌથી વધારે ટેક્સ

    આખા દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધારે 36 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે. જે બાદમાં તેલંગાણામાં વેટનો દર 35.2 ટકા છે. પેટ્રોલ પર 30 ટકાથી વધારે વેટ વસૂલતા રાજ્યોમાં કર્ણાટક, કેરળ, આસામ, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને મધ્ય પ્રદેશ શામેલ છે. ડીઝલ પર ઓડિશા, તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યો સૌથી વધારે વેટ વસૂલ કરે છે. આ વર્ષે અત્યારસુધી પાંચ રાજ્ય, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મેઘાલય, આસામ અને નાગાલેન્ડે ઇંધણ પર ટેક્સમાં ઘટાડો કર્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: