રસ્તા પર ચાલીને જતા લોકો માટે કેન્દ્ર સરકાર બનાવી રહી છે નવા નિયમ, કરવું પડશે પાલન

News18 Gujarati
Updated: June 10, 2020, 11:01 PM IST
રસ્તા પર ચાલીને જતા લોકો માટે કેન્દ્ર સરકાર બનાવી રહી છે નવા નિયમ, કરવું પડશે પાલન
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે આજે એક એડવાઈઝરી જાહેર કરતા તમામ શહેરોમાં પગપાળા ચાલતા લોકોને ધ્યાનમાં રાખી એક ખાસ બજાર તૈયાર કરવાનું કહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે આજે એક એડવાઈઝરી જાહેર કરતા તમામ શહેરોમાં પગપાળા ચાલતા લોકોને ધ્યાનમાં રાખી એક ખાસ બજાર તૈયાર કરવાનું કહ્યું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલય તરફથી એડવાઈઝરી અનુસાર, નવેમ્બર સુધી દેશના દરેક શહેરમાં એવા બજાર બનાવવામાં આવે. મંત્રાલયમાં સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું કે, શહેરોને 30 જૂન સુધી આવા બજારોની ઓળખ કરી લેવાની છે.

10 લાખથી વધારે વસ્તીવાળા શહેરોમાં હશે 3 બજાર

મિશ્રાએ જણાવ્યું કે, 10 લાખ અથવા તેનાથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં ઓછામાં ઓછા 3 એવા બજારની ઓળખ કરવાની છે. તો 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ઓછામાં ઓછુ એક બજાર હોવું જોઈએ. મંત્રાલયે કહ્યું કે, લોકડાઉનમાં છૂટ સાથે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. એવામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે, સાર્વજનિક વાહનો દ્વારા પણ અવર-જવર કરવામાં પાલન કરી નથી રહ્યા. પગપાળા ચાલતા લોકો અને સાયકલ ચાલકોને ધ્યાનમાં રાખી એક ખાસ બજાર બનાવવાની જરૂરત છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારીએ આપણને લોકોની સુવિધા માટે પોતાના બજાર વિશે ફરી એકવાર વિચારવાનો મકો આપ્યો છે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 30 જૂન સુધી બજારની ઓળખ કર્યા બાદ નગર નિકાય વેન્ડર્સ, ટ્રાફિક પોલીસ, દુકાનદાર અને ગ્રાહકો સાથે 30 સપ્ટેમ્બર સુધી વાતચીત કરી પગપાળા ચાલતા લોકો માટે ખાસ બજારની યોજના બનાવી રજૂ કરે. બજાર તૈયાર કરતા પહેલા જગ્યાનો પૂરો સર્વે કરવાની જરૂરત હશે. આ બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા બજાર બનાવવા પડશે, જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા વગર ખરીદી કરી શકે. બજારના પ્લાનમાં ઝાડ વાવવાનો પણ વિચાર કરવામાં આવી શકે છે. તેમાં ટોયલેટની સુવિધા અને કચરો જમા કરવાની વ્યવસ્થા પણ ધ્યાન રાખવી પડશે.

યોજનાને બે તબક્કામાં લાગુ કરવા માટે આપવામાં આવી સલાહ

પ્લાનને અંતિમ રૂપ આપ્યા બાદ તેને લાંબા અને નાના સમયગાળાના બે તબક્કામાં લાગુ કરવામાં આવવું જોઈએ. ઓછા સમયગાળાના બજારોને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવી શકે છે. તેમાં બેરિકેડિંગ અને દુકાન વચ્ચે અંતર વધારવા જેવા ઉપાય કરવામાં આવી શકે છે. પાર્કિંગની જગ્યા નક્કી કરવામાં આવી શકે છે. સાયકલથી આવનારા લોકો માટે અલગથી રસ્તો બનાવવામાં આવી શકે છે. બજારવાળા વિસ્તારમાં રહેતા લોકોના વાહનોની અવર-જવરની ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. બજારની આસપાસના ફૂટપાથોને વધારે પહોળા કરવામાં આવી શકે છે. તો આ બાજુ લાંબા સમયગાળાની યોજનામાં સ્થાયી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી શકે છે.
First published: June 10, 2020, 8:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading