નવી દિલ્લી: કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રાલય (Ministry Of Labour & Employment)એ શુક્રવારે કેન્દ્રીય કર્માચારીઓ માટે વેરિએબલ ડિયરનેસ અલાઉન્સ એચલે કે ડીએ (Variable DA)માં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેનો લાભ 1.5 કરોડ કર્માચારીઓને થશે. પહેલા વેરિએબલ ડીએ 105 રૂપિયા પ્રતિ મહિને હતકી જે વધીને 210 રૂપિયા પ્રતિ મહિને કરી દેવામાં આવી છે. આ 1 એપ્રીલ 2021થી લાગુ કરી દેવમાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા લંબાવાયેલ આ વેરિએબલ ડી.એ. કેન્દ્ર સરકાર હેઠળ અથવા કેન્દ્રીય ક્ષેત્રમાં અનુસૂચિત રોજગાર હેઠળ કામ કરતા 1.5 કરોડ લોકોને આપવામાં આવશે. શ્રમ મંત્રાલયના આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓ, રેલ્વે કર્મચારીઓ, ખાણકામ, તેલ ક્ષેત્ર, બંદરના કર્મચારીઓને ફાયદો થશે. સાતનો કરાર અને કેઝ્યુઅલ કામદારો બંનેને લાભ થશે. આ વેરિયેબલ ડી.એ. સુધારો જુલાઈથી ડિસેમ્બર 2020 ની વચ્ચે ઔદ્યોગિક કામદારોના સરેરાશ ગ્રાહક ભાવ સૂચકઆંક (CPI)ના આધારે શ્રમ મંત્રાલયે નક્કી કર્યું છે.
મોંઘવારી ભથ્થું તે બે રીતે 'ઈન્ડસ્ટ્રીઅલ ડિયરનેસ અલાઉન્સ' અને 'વેરિયેબલ ડિયરનેસ એલાઉન્સ' બે રીતે છે. મોંઘવારી ભથ્થુંમાં દર 6 મહિને બદલાય થાય છે. વધતી મોધવારીને આધારે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ અને કામદારો માટે તેમાં બદલાવ કરવામાં આવે છે. વેરિએબલ ડી.એ. ગ્રાહક કિંમત સૂચકઆંક (CPI)ના આધારે ગણવામાં આવે છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, દર મહિને વીડીએમાં રૂપિયા 105નો વધારો કરવાથી કેન્દ્રીય કર્મચારીઓને કોવિડ સંકટ વચ્ચે થોડી રાહત મળશે. શ્રમ મંત્રાલયે કહ્યું છે કે, તે વિવિધ કેટેગરીના કર્મચારીઓને રાહત આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર