મોદી સરકારે કંપનીઓને આપી મોટી રાહત, ઉઠાવ્યું મહત્વનું પગલું

મોદી સરકારે કંપનીઓને આપી મોટી રાહત, ઉઠાવ્યું મહત્વનું પગલું
પ્રતિકાત્મક તસવીર

કંપનીઓએ એપ્રિલના અંત સુધીમાં બનાવવાનું હોય છે ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ - ડિપોઝિટ માટે શિડ્યુલ્ડ બેન્કમાં ખોલાવવું પડે છે અલગ એકાઉન્ટ

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લોકડાઉનના કારણે ઠપ પડી ગયેલી બિઝનેસ ગતિવિધિઓ અને માંગમાં અછતને ધ્યાનમાં રાખી કંપનીઓને રાહત આપી છે. સરકારે કંપનીઓને નાણાકીય વર્ષ 2012માં મેચ્યોર થતી ડિપોઝિટ્સ અને ડિબેન્ચર્સના એક ભાગને અલગ એકાઉન્ટમાં રાખવા માટે ત્રણ મહિનાનો વધારાનો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, કંપનીઓને કમ્પનીઝ એક્ટ હેઠળ આ રકમ એક અલગ ખાતામાં રાખવી જ પડે છે.

  કોવિડ-19ના કારણે કંપનીઓ કરી રહી હતી માંગ, વધારવામાં આવ્યો સમય  કોર્પોરેટ મામલાના મંત્રાલયે સર્ક્યુલરમાં કહ્યું કે, ડિપોઝિટ્સ અને ડિબેન્ચર્સના એક ભાગને અલગ એકાઉન્ટમાં રાખવાના સમયગાળાને સપ્ટેમ્બર 2020 સુધી વધારી દેવામાં આવ્યો છે. આ પહેલા મંત્રાલયે તેનો સમયગાળો એપ્રિલ 2020થી વધારી 30 જૂન કર્યો હતો. મંત્રાલય તરફથી જાહેર કરેલા નવા સર્ક્યૂલર અનુસાર, કોરોના વાયરસના કારણે વિભિન્ન હિતધારકો તરફથી સમયગાળો વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. જેથી તેને સપ્ટેમ્બર સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  કંપનીઓએ એપ્રિલના અંત સુધીમાં બનાવવાનું હોય છે ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ

  મંત્રાલય અનુસાર, વધારવામાં આવેલો સમયગાળો નાણાકીય વર્ષમાં મેચ્યોર થઈ રહેલી ડિપોઝિટ્સ અને ડિબેન્ચર્સ માટે સમાન રૂપથી લાગુ થશે. કંપની રુલ્સ, 2014 અનુસાર, તમામ કંપનીઓએ દર વર્ષે એપ્રિલના અંત પહેલા ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ બનાવવાનું હોય છે. તેમાં સંબંધિત નાણાકીય વર્ષમાં પરિપક્વ થઈ રહેલા ડિબેન્ચર્સનો 15 ટકા ભાગ અથવા તેનાથી વધારે ડિપોઝિટ કરવાની હોય છે. આ રોકાણ બેન્ક ડિપોઝિટ અથવા સેન્ટ્રલ વ સ્ટેટ ગવર્મેન્ટ સિક્યોરિટિઝ અથવા કોર્પોરેટ બોન્ડ્સ તરીકે હોઈ શકે છે.

  ડિપોઝિટ માટે શિડ્યુલ્ડ બેન્કમાં ખોલાવવું પડે છે અલગ એકાઉન્ટ

  કંપનીઓને પોતાના સભ્યો તરફથી કરાવવામાં આવેલી ડિપોઝિટ પર ઓછામા ઓછા 20 ટકા ડિપોઝિટ કરવાનું હોય છે. કંપનીએ આ ડિપોઝિટ્સ એક શિડ્યુલ્ડ બેન્કમાં ખોલાવવામાં આવેલા એકાઉન્ટમાં જમા કરાવવાની હોય છે. આને ડિપોઝિટ રીપેમેન્ટ એકાઉન્ટ કહેવામાં આવે છે. આ પણ દરેક કંપનીઝ એક્ટ હેઠળ ફરજિયાત છે. માર્ચમાં સરકારે કંપનીઓને આ કામ માટે ત્રણ મહિના અથવા જૂન સુધીનો વધારાનો સમય આપ્યો હતો. હવે કંપનીઓને વધારે રાહત આપતા આ સમયગાળો સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો છે.
  Published by:kiran mehta
  First published:June 21, 2020, 23:40 pm