આ સરકારી કર્મચારીઓની સુધરી જશે દિવાળી, મળશે રૂ. 18,000 સુધીનું બોનસ

પ્રતિકાત્મક તસવીર

રેલવે કર્મચારીઓને બોનસની ચૂકવણી દર વર્ષે દશેરાની રજાઓ પહેલા કરવામાં આવે છે.

  • Share this:
    દિવાળીના (Diwali Bonus) તહેવારો આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય કર્મચારીઓને સરકારે (Central government Employee) તહેવારોની મોટી ભેટ આપી છે. સરકારી કર્મચારીઓને નવરાત્રિ, દશેરા, દિવાળીનુ બોનસ મળશે. કર્મચારીઓને 17,951 રૂપિયા સુધીનું વધારાનું વેતન (DA Hike) બોનસ તરીકે આપવામાં આવશે.

    કેટલી રકમ મળશે?

    સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા યાદી અનુસાર નાણાંકિય વર્ષ 2020-21 માટે રેલવેના નોન ગેજેટેડ કર્મચારીઓને 78 દિવસના વેતન બરાબર બોનસની મંજૂરી આપવામાં આવી છે. પાત્ર કર્મચારીઓને બોનસની ચૂકવણી માટે નિર્ધારિત પગાર ગણતરીની સીમા 7000 રૂપિયા પ્રતિમાસ છે. દરેક રેલવે કર્મચારી માટે 78 દિવસોની વધારાની ચૂકવણી પાત્ર રકમ રૂ. 17,951 છે.

    એટલે કે બોનસની મહત્તમ રકમ રૂ. 18000થી થોડી ઓછી રહેશે. તેમાં 11.56 લાખ નોન ગેજેટેડ રેલવે કર્ચારીઓ આવશે. કર્ચારીઓને 78 દિવસના બોનસની ચુકવણીના 1984.73 કરોડ રૂપિયાનું ભારણ સરકારી તિજોરી પર આવશે.

    ક્યારે મળશે રકમ?

    રેલવે કર્મચારીઓને બોનસની ચૂકવણી દર વર્ષે દશેરાની રજાઓ પહેલા કરવામાં આવે છે. 15 ઓક્બરે દશેરા છે તો એવામાં આ દિવસે કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં પૈસા નાખી દેવામાં આવશે. આ દરમિયાન રેલવે કર્મચારીઓના ખાતામાં લગભગ 2 હજાર કરોડ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવશે.

    આપને જણાવી દઇએ કે રેલવેમાં ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસમાં સમગ્ર દેશમાં ફેલાયેલ તમામ નોન ગેજેટેડ રેલવે કર્મચારીઓ (RPF/RPSF કર્મચારીઓને બાદ કરતા)ને કવર કરવામાં આવે છે. નાણાંકીય વર્ષ 2010-11થી 2019-20 માટે 78 દિવસના પગારની PLB રકમ ચૂકવવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, વર્ષ 2020-21 માટે પણ 78 દિવસના વેતન બરાબર જ PLB રકમની ચૂકવણી કરવામાં આવશે. જેના દ્વારા કર્મચારીઓને રેલવેની સેવામાં સુધારની દિશામાં કામ કરવા માટે પ્રેરિત કરવાની આશા સેવાઇ રહી છે.

    ઉલ્લેખનીય છે કે પીએલબી યોજના વર્ષ 1979-80થી લાગૂ થઇ છે અને બે માન્યતા પ્રાપ્ત સંઘો અખિલ ભારતીય રેલવે પુરૂષ સંઘ અને ભારતીય રેલવેના રાષ્ટ્રીય સંઘની ભલામણ અને કેબિનેટમાં પ્રસ્તાવ બાદ અમલમાં મુકાઇ હતી. નિવેદનમાં જણાવ્યા અનુસાર યોજનામાં દર 3 વર્ષમાં સમીક્ષા કરવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
    First published: