Home /News /business /

સરકારનો ખજાનો ભરાયો! સરકારે કસ્ટમ એન્ડ એક્સાઇઝ ડ્યૂટીમાંથી 4.51 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી

સરકારનો ખજાનો ભરાયો! સરકારે કસ્ટમ એન્ડ એક્સાઇઝ ડ્યૂટીમાંથી 4.51 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી

RTIમાં આ વાતનો ખુલાસો થયો.

નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર રૂ. 37,806.96 કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (Petroleum Products) પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી તરીકે ઈન્ડાયરેક્ટ ટેક્સ રેવન્યૂ તરીકે 4,51,542.56 કરોડની કમાણી કરી છે. જે ગત વર્ષની સરખામણીએ લગભગ 56.5 ટકા વધારે છે. PTI મુજબ, આ અંગે RTI દ્વારા જાણકારી મળી છે. જ્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કમરતોડ વધારો થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફ્યુઅલ ટેક્સ-સેસ ઘટાડવાની માંગ થઇ રહી છે.

2019-20માં 46 હજાર કરોડની રેવન્યુ

રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર રૂ. 37,806.96 કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી. સાથે જ દેશમાં આ પ્રોડક્ટ્સના ઉત્પાદન પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાંથી 4.13 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે. RTI દ્વારા મળેલી માહિતી અનુસાર, 2019-20માં પેટ્રોલિયમ પેદાશોના આયાત પર કસ્ટમ ડ્યુટી તરીકે સરકારે 46,046.09 કરોડની આવક મેળવી હતી. જ્યારે આ પ્રોડક્ટ્સના ઉત્પાદન પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીથી રૂ. 2.42 લાખ કરોડ વસૂલવામાં આવ્યા છે. એટલે કે, બંને ટેક્સ અંતર્ગત સરકારે 2019-20માં કુલ 2,88,313.72 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો: મહિલા પ્રિન્સિપાલની રડાવી દેતી સુસાઇડ નોટ: 'કોણ મા પોતાના બાળકોને મૂકી મરી જાય? મારાથી આ પગલું ભરાઈ જવાનું છે'

RTIમાં માંગવામાં આવી હતી જાણકારી

એક RTI કાર્યકર્તાએ જણાવ્યું હતું કે નાણાં મંત્રાલય સાથે સંકળાયેલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિસ્ટમ્સ એન્ડ ડેટા મેનેજમેન્ટએ માહિતીના અધિકાર હેઠળ તેમની અરજી અંગે માહિતી આપી હતી. તો અર્થશાસ્ત્રી જયંતીલાલ ભંડારીના જણાવ્યા મુજબ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે માત્ર સામાન્ય માણસ જ નહીં, પરંતુ આખી અર્થવ્યવસ્થા બગડી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ પરના તેમના ટેક્સ ઘટાડીને લોકોને મોંધવારીમાંથી રાહત આપવી જોઈએ.

આ પણ વાંચો: જાહ્નવી કપૂરે શેર કરી તસવીરે જગાવી ચર્ચા, ક્યારેક સ્વિમિંગ પૂલમાં તો ક્યારેક લોન પર આરામ ફરમાવતી નજરે પડી 

પેટ્રોલ વધુ મોંઘું થયું, આ શહેરોમાં પ્રતિ લીટરનો ભાવ 100 રૂપિયાને પાર

દેશમાં પેટ્રોલ (Petrol-Diesel Price Today on 2 July 2021)ની કિંમતોમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલનો ભાવ વધાર્યો છે. જોકે, ડીઝલની કિંમત (Diesel Price Today) સ્થિર રાખવામાં આવી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. કોલકાતામાં 40 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 99.16 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લીટર પર જ છે. નોંધનીય છે કે, એક રિપોર્ટ આવી રહ્યો છે કે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો (Crude Oil Rates) વધવાની છે. જેથી દેશમાં કિંમતોમાં સમયાંતરે વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં હળવી રાહત જોવા મળી છે.

આ પણ વાંચો: અમદાવાદ હિટ એન્ડ રન કેસ: પર્વ શાહની કારનો પીછો કરી રહેલી કારમાં બેઠેલો ખાખીધારી કોણ?

અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

નોંધનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં કિંમતો 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ 105 રૂપિયાથી વધારે છે. પટના, ભોપાલ, રાજસ્થાન, જયપુર સહીત અનેક રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચ્યું છે.
First published:

Tags: Diesel, Excise duty, Petrol, Tax, આરટીઆઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन