Home /News /business /

નાની બચત યોજનાઓમાં સરકારે વ્યાજ દર ઘટાડ્યાં, એક એપ્રિલથી અમલી બનશે

નાની બચત યોજનાઓમાં સરકારે વ્યાજ દર ઘટાડ્યાં, એક એપ્રિલથી અમલી બનશે

પીપીએફ, એનએસસી, સુકન્યા સમૃદ્ધિ યોજના અને એફડીમાં વ્યાજદરો ઘટાડ્યા

પીપીએફ, એનએસસી, સુકન્યા સમૃદ્ધિ યોજના અને એફડીમાં વ્યાજદરો ઘટાડ્યા

  નવી દિલ્હી : કોરોના સંકટ દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને કેન્દ્ર સરકારે વધુ એક ઝટકો આપ્યો છે. સરકારે 1લી એપ્રિલથી અમલી બને તે રીતે બચત થાપણો પર વાર્ષિક ધોરણે મળતા વ્યાજના દરોમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ વ્યાજ દર વર્તમાન 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF)પર વાર્ષિક ધોરણે મળતા 7.1 ટકા વ્યાજને પણ 0.6 બેસિસ પોઇન્ટ ઘટાડી 6.4 ટકા કરી દીધા છે. આ નવા રેટ 1 એપ્રિલ 2021થી અમલી બનશે.

  દીકરીના શિક્ષણ અને તેના લગ્ન માટેની મહત્વની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં પણ મોટો ઘટાડો કરાયો છે. અત્યાર સુધી આ યોજના પર 7.6 ટકાના દરથી વાર્ષિક વ્યાજ મળતું હતું. જેને હવે ઘટાડીને 6.9 ટકા કરી દેવાયું છે. અર્થાત તેમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે.

  આ પણ વાંચો - ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર  1 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર અત્યાર સુધી 5.5 ટકા વ્યાજ મળતું હતું જેને હવે ઘટાડીને 4.4 ટકા કરી દેવાયું છે. અર્થાત આ ડિપોઝીટમાં 1.10 ટકાનો ઘટાડો કરાયો છે. બે વર્ષની ટાઈમ ડિપોઝીટમાં હવે 5.5 ટકાને બદલે 5.0 ટકા, 3 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 5.5 ટકાને બદલે 5.1 ટકા, 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.7 ટકાને બદલે 5.8 ટકા વ્યાજ મળશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Interest rates, NSC, PPF, Small saving schemes, Sukanya samriddhi, કેન્દ્ર સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन