કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સરકારની મોટી જાહેરાત, આટલા ટકા વધ્યું મોંઘવારી ભથ્થું

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સરકારની મોટી જાહેરાત, આટલા ટકા વધ્યું મોંઘવારી ભથ્થું
કેબિનટે બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી રાહત આપતાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

કેબિનટે બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી રાહત આપતાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet)ની શુક્રવારે મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. CNBC આવાજના સૂત્રોને મળેલી જાણકારી મુજબ, સંકટના સમયથી પસાર થઈ રહેલી યસ બેંક (Yes Bank)ના રિસ્ટ્રક્ચરિંગ પ્લાનને મંજૂરી મળી ગઈ છે. સાથોસાથ, કોરોના વાયરસના (Coronavirus) કારણે અર્થવ્યવસ્થાને થનારા નુકસાન વિશે પણ ચર્ચા થઈ છે. કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees) અને પેન્શનધારકો (Pensioner) માટે મોટા સમાચાર આવ્યા છે. સરકારે 4 ટકા મોંઘવારી ભથ્થું (Dearness Allowances) વધારવાને મંજૂરી આપી દીધી છે.

  મોંઘવારી ભથ્થું 4 ટકા વધ્યું : કેબિનટે બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી રાહત આપતાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ, બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોનું 4 ટકા મોંઘવારી ભથ્થું વધારી દીધું છે. ગત સપ્તાહે જ રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે માર્ચ મહિનાના પગારની સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું મળવા લાગશે.  >> મોંઘવારી ભથ્થું એવા રૂપિયા છે, જે દેશના સરકારી કર્મચારીઓને રહેવા-ભોજનના સ્તરને સારું બનાવવા માટે આપવામાં આવે છે. સમગ્ર દુનિયામાં માત્ર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એવા દેશ છે જેના સરકારી કર્મચારીઓને ભથ્થું આપવામાં આવે છે.

  >> આ પૈસા એટલા માટે આપવામાં આવે છે, જેથી મોંઘવારી વધ્યા બાદ પણ કર્મચારી રહેણીકરણીના સ્તરમાં રૂપિયાના કારણે મુશ્કેલી ન આવે. આ નાણાં સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.

  આ પણ વાંચો, દુનિયાના 5 દેશ, જ્યાં સૌથી મોંઘા ભાવે વેચાય છે પેટ્રોલ

  >> તેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઈ હતી. સિપાહીઓને ખાવા અને બીજી સુવિધાઓ માટે પગાર ઉપરાંત વધારાના રૂપિયા આપવામાં આવતા હતા. આ રૂપિયાને તે સમયે ખાદ્ય મોંઘવારી ભથ્થું કે ડિયર ફુડ એલાઉન્સ કહેવામાં આવતા હતા. જેમ-જેમ પગાર વધતો જતો હતો, તે ભથ્થામાં પણ વધારો થતો હતો.

  >> ભારતમાં મુંબઈના કપડા ઉદ્યોગમાં વર્ષ 1972માં સૌથી પહેલા મોંઘવારી ભથ્થાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર તમામ સરકારી કર્મચાીઓને મોંઘવારી ભથ્થું આપવા લાગી હતી, જેથી વધતીફ મોંઘવારીની અસર સરકાર કર્મચારી પર ન પડે. તેના માટે 1972માં જ કાયદો બનાવવામાં આવ્યો, જેનાથી ઑલ ઈન્ડિયા સર્વિસ એક્ટ 1951 હેઠળ આવનારા સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવ્યું.

  આ પણ વાંચો, Yes Bank Scam: રાણા કપૂરે પત્નીના નામે દિલ્હીમાં ઊભી કરી હતી 1000 કરોડની પ્રોપર્ટી
  Published by:News18 Gujarati
  First published:March 13, 2020, 12:17 pm

  ટૉપ ન્યૂઝ