કેન્દ્રની મોટી જાહેરાત: રિટેલર્સ અને હોલસેલ વેપારીઓ MSME હેઠળ આવશે, PM મોદીએ ગણાવ્યો ઐતિહાસિક નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

કેન્દ્ર સરકારે રિટેલર્સ અને હોલસેલ વેપારીઓને (Retail and Wholesale Trade) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Government) રિટેલર્સ અને હોલસેલ વેપારી (Retail and Wholesale Trade)ને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME)ના દાયરામાં શામેલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી (Corona Pandemic)ને કારણે દેશમાં છૂટક અને જથ્થાબંધ વેપારીઓએ ખૂબ મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. જેમાંથી બહાર કાઢવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ઐતિસાહિક નિર્ણય કરીકે જોવામાં આવી રહ્યો છે.

  પીએમ મોદી (PM Modi)એ શનિવારે ટ્વીટ કરીને કહ્યું કે, "અમારી સરકારે છૂટક તેમજ જથ્થાબંધ વેપારીઓને એમએસએમઈ તરીકે શામેલ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેનાથી આપણા કરોડો વેપારીઓને સરળતાથી લોન મળવામાં મદદ મળશે. તેમને બીજા અન્ય લાભ પણ મળશે. આવું કરવાથી તેમના વેપારમાં પણ વધારો થશે. અમે અમારા વેપારીઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ."

  નીતિન ગડકરીએ કરી જાહેરાત

  MSME મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે એક ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું છે કે, "પીએમ મોદીના નેતૃત્વમાં અમે MSMEને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. જેનાથી આપણને આર્થિક વિકાસમાં મદદ મળશે. આ અંગે સરકારની સંશોધિત માર્ગદર્શિકાથી અઢી કરોડ રિટેલ તેમજ હોલસેલ વેપારીઓને ફાયદો મળશે." મંત્રીએ એવું પણ કહ્યુ કે, કોરોનાની બીજી લહેરને કારણે આવેલી અનેક સમસ્યાઓને જોતા આ નિર્ણય કરાયો છે.

  વેપારી સંગઠનો ખુશ

  છૂટક અને જથ્થાબંધ વેપારીઓને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ હેઠળ લાવવાના સરકારના નિર્ણયને ઉદ્યોગ સંગઠનોએ ઐતિહાસિક ગણાવ્યો છે. સાથે જ તેમણે ખુશી વ્યક્ત કરી છે. વેપારી સંગઠનોનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી છૂટક તેમજ જથ્થાબંધ વેપારીઓને બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવામાં પ્રાથમિકતા મળશે. રિટેલર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (RAI)એ કહ્યું છે કે MSMEને પોતાના બચાવ, ફરીથી બેઠા થવા અને આગળ વધવા માટે જરૂરી સમર્થન મળશે. જ્યારે ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રડર્સ (CAIT)એ કહ્યુ કે આ નિર્ણય પછી વેપારીઓ MSME શ્રેણીમાં આવશે. તેમને બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર અંતર્ગત ઋણ મેળવવામાં મદદ મળશે.
  Published by:Vinod Zankhaliya
  First published: