મોદી સરકારનો મોટો નિર્ણય, રોજના જરૂરિયાતના સામાન પર MRP સહિત આ 6 વાત મોટા અક્ષરે લખવી હવે ફરજિયાત

News18 Gujarati
Updated: July 8, 2020, 11:43 PM IST
મોદી સરકારનો મોટો નિર્ણય, રોજના જરૂરિયાતના સામાન પર MRP સહિત આ 6 વાત મોટા અક્ષરે લખવી હવે ફરજિયાત
રામવિલાસ પાસવાન (ફાઈલ ફોટો)

ગ્રાહકોના મામલાના વિભાગ આ સંબંધમાં સખત કાર્યવાહી કરે અને લીગલ મેટ્રોલોજીના અધિકારી તેના પર સતત દેખરેખ રાખે અને ઉલ્લંઘન જણાતા સખત કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રોજની જરૂરિયાતની ચીજવસ્તુઓ પર એમઆરપીની ગડબડ માયાઝાળ પર કડક પગલા ભરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિસાલ પાસવાને સ્પષ્ટ કહ્યું છે કે, એમઆરપીને લઈ ગ્રાહકોને અંધકારમાં રાખવામાં આવે છે. તેને લઈ સરકાર હવે ગંભીર બની છે.

રામવિસાલ પાસવાને કહ્યું કે, એવી ફરિયાદ મળી રહી છે કે, પેકેટમાં વેચાતા સામાન પર પ્રદર્શિત થતી જરૂરી જાણકારીની જોગવાઈનું વ્યવસ્થિત પાલન નથી થતુ. આ સંબંધમાં મે વિભાગના સચિવ અને લીગલ મેટ્રોલોજીના અધિકારીઓને કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. હવે સામાન પર એમઆરપીને લઈ વિભાગે કડક પાલન કરાવવાનું શરૂ કરી દીધુ છે.

આ પણ વાંચોસુરત : હીરા માર્કેટે સવારે વંદેમાતરમ અને સાંજે રાષ્ટ્રગીત, જાણો મનપાની નવી કડક ગાઈડલાઈન, પાલન ન કર્યું તો યુનિટ સીલ કરાશે

MRPને લઈ સરકાર કડક પગલા ભરશે

રામવિલાસ પાસવાને કહ્યું કે, તમામ રાજ્યો અને મેટ્રોલોજીને નિર્દેશ આપવામાં આવે છે કે, તે લોકો એ સુનિસ્ચિત કરે કે, પ્રોડક્ટ પર નિર્માતા દેશનું નામ, નિર્માતા કંપનીનું નામ - એડ્રેસ, Date of Manufacture, Expiry Date, MRP (કર સહિત), માત્રા-વજન, ગ્રાહક ફરિયાદ નંબર વગેરે ગ્રાહકોના હિતમાં અન્ય જરૂરી બાબતો મોટા અક્ષરોમાં લખવામાં આવે.પાસવાને કહ્યું કે, અત્યાર સુધી અનેક સામાનો પર ઉત્પાદનની તારીખ અથવા એક્સપાયરી ડેટ, વજન વગેરે નાના અક્ષરોમાં લખવામાં આવે છે. જેને વાંચવું પણ મુશ્કેલ થઈ જાય છે. ગ્રાહકોના મામલાના વિભાગ આ સંબંધમાં સખત કાર્યવાહી કરે અને લીગલ મેટ્રોલોજીના અધિકારી તેના પર સતત દેખરેખ રાખે અને ઉલ્લંઘન જણાતા સખત કાર્યવાહી કરે.
Published by: kiran mehta
First published: July 8, 2020, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading