Home /News /business /

ડ્રાઈવિંગ લાયસન્સને લઈ ફરી બદલાઈ રહ્યા છે નિયમ! કેન્દ્ર જાહેર કર્યું ડ્રાફ્ટ નોટિફિકેશન

ડ્રાઈવિંગ લાયસન્સને લઈ ફરી બદલાઈ રહ્યા છે નિયમ! કેન્દ્ર જાહેર કર્યું ડ્રાફ્ટ નોટિફિકેશન

પ્રતિકાત્મક તસવીર

ભારતના એવા નાગરીક જેમના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની પરમિટની વેલિડીટી ખતમ થઈ ગઈ છે, તે ભારતીય દૂતાવાસના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

  નવી દિલ્હી : corona કાળમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. આ હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સગવડ મળશે, જેમની ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની પરમિટ ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર તેમના માટે મોટર વ્હીકલ નિયમ, 1989માં સંશોધન કરવા જઈ રહી છે. કેટલાક મામામાં જોવામાં આ્યું છે કે, પરમિટના નવીનીકરણનું કોઈ મેકેનિઝન નથી. એવામાં નિયમોમાં કરવામાં આવી રહેલા સંશોધનોથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને મોટી રાહત મળી શકે છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સંશોધન ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધુ છે.

  ભારતીય દૂતાવાસના પોર્ટલ પર કરી શકો છો ઓનલાઈન અરજી

  ડ્રાફ્ટ નોટિફિકેશન અનુસાર, ભારતના એવા નાગરીક જેમના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સની પરમિટની વેલિડીટી ખતમ થઈ ગઈ છે, તે ભારતીય દૂતાવાસના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ અરજીને વાહન પ્લેટફોર્મમાં નાખી દેવામાં આવશે. અહીંથી સંબંધીત આરટીઓ પાસે આ અરજી પહોંચી જશે. ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ પરમિટ માટે વર્તમાન નિયમો હેઠળ મેડિકલ સર્ટિફિકેટ અને કાયદેસરના વેલિડ વિઝાની માહિતી આપવી પડશે. નવા સંશોધનમાં વ્યવસ્થા કરવામાં આવશે કે, જેમની પાસે કાયદેસરનું વેલિડ ડ્રાઈવિંગ લાયસન્સ છે, તેમણે હવે મેડિકલ સર્ટીફિકેટ આપવાની જરૂરત નથી.

  કેટલાક દેશોમાં વીઝા ઓન અરાઈવલ એટલે કે એરપોર્ટ પર પહોંચવા પર વિઝા ઉપલબ્ધ કરાવવાની વ્યવવસ્થા હોય છે. આવી સ્થિતિમાં લોકોની પાસે પહેલાથી વિઝા નથી હોતા. આવા મામલામાં પણ આઈપીડીના રિન્યૂએબલ માટે વિઝાની માહિતી આપવી જરૂરી નહીં હોય. મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર 30 દિવસની અંદર એટલે કે, 6 નવેમ્બર સુધી હિતધારકો પાસે પોતાની ટીપ્પણી અને ભલામણો માંગી છે. હિતધારક અને ભલામણ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સંયુક્ત સચિવને મેઈલ અથવા એડ્રેસ પર મોકલી શકો છો. સાથે દેશમાં પણ ડ્રાઈવિંગ લાયસન્સ અને મોટર વાહનના દસ્તાવેજોની વેલિડીટી 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.

  તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં દેશમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવે અને લોકો ટ્રાફિકના નિયમોનું (Traffic rules) પાલન કરતાં થાય તે હેતુથી મોટર વ્હીકલ એક્ટમાં (Motor Vehicle Act) સુધારો કરવામાં આવ્યો છે. દંડની રકમમાં અનેકગણો સુધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા વાહનચાલકને ઇ મેમો (e challan) આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. છતાંપણ, કેટલાક વાહનચાલકો એવા છે કે જેમણે ન સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. જોકે, હવે આવા વાહનચાલકો ફરજિયાત સુધરવું પડશે નહીં તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થઇ શકે છે.

  શહેરમાં (Ahmedabad Traffic Department) ટ્રાફિક વિભાગ દ્વારા કેટલાક દિવસ પહેલા જેમના પાંચથી વધુ ઇ મેમો બાકી છે તેઓની સામે કાર્યવાહી કરવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી હતી. તેઓને નોટિસ પણ મોકલવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આવા વાહનચલાકો પાસેથી દંડની વસુલાત કરવા માટે સ્પેશિયલ ડ઼્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, હજી પણ કેટલાક વાહનચાલકોએ દંડ ન ભરતાં હવે ટ્રાફિક પોલીસ દ્વારા તેઓના લાયસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Driving license, કેન્દ્ર સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन