કેન્દ્ર સરકાર વૃદ્ધાવસ્થામાં આપી રહી છે કમાણી કરવાની ઉત્તમ તક, જાણો કોને મળશે ફાયદો

કેન્દ્ર સરકાર તરફથી કેટલીક ખાસ સ્કીમ અમલમાં છે જેનો લાભ લઈને વૃદ્ધાવસ્થામાં પણ નાણાની ચિંતા નહીં કરવી પડે

કેન્દ્ર સરકાર તરફથી કેટલીક ખાસ સ્કીમ અમલમાં છે જેનો લાભ લઈને વૃદ્ધાવસ્થામાં પણ નાણાની ચિંતા નહીં કરવી પડે

  • Share this:
નવી દિલ્હી. કેન્દ્ર સરકાર (Central Government) કેટલીક ખાસ સ્કીમો ચલાવે છે, જેના દ્વારા વૃદ્ધાવસ્થામાં પૈસાની તંગી નથી સર્જાતી. મોદી સરકારે ગરીબોથી લઈને ખેડૂતો અને સિનિયર સિટીઝન્સ માટે આવી જ કેટલીક સ્કીમો શરુ કરી છે. આજે અમે તમને એવી 4 સ્કીમો (Government Schemes) વિશે જણાવીશું, જેમાં રોકાણ કર્યા બાદ તમારા પૈસાનું ટેંશન પૂરું થઇ જશે.

1. અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજના (APY)માં કોઈપણ ભારતીય નાગરિક પોતાના પૈસાનું રોકાણ કરી શકે છે. આ યોજનામાં રોકાણ કરવા માટે એક બેન્ક ખાતું હોવું આવશ્યક છે. તેમજ તમારી ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ. સાથે જ અટલ પેન્શન યોજના(APY) અંતર્ગત પેન્શન મેળવવા માટે ઓછકમાં ઓછું 20 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. જે બાદ ઓછકમાં ઓછું 1000 અને વધુમાં વધુ 5000 હજાર પ્રતિ મહિને પેન્શન મળી શકશે. આ યોજનામાં રોકાણ કર્યા બાદ તમને 60 વર્ષની ઉંમરથી પેન્શન મળવાનું શરુ થઇ જશે.

આ પણ વાંચો, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને ગાજિયાબાદ મંદિરના મહંતે જેહાદી કહ્યા, અહીં જ થઈ હતી મુસ્લિમ યુવક સાથે મારઝૂડ

2. પીએમ શ્રમયોગી માનધન યોજના

આ યોજનાની શરૂઆત વર્ષ 2019માં કરાઈ હતી. આ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે. જેમાં 60 વર્ષની ઉંમર બાદ માસિક 3000 રૂપિયા પેન્શન, એટલે કે વાર્ષિક 36 હજાર રૂપિયા મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર આ યોજનામાં અત્યાર સુધીમાં લગભગ 43.7 લાખ લોકો જોડાઈ ચુક્યા છે.

3. પીએમ કિસાન માનધન યોજના

પીએમ કિસાન માનધન યોજનામાં 18થી 40 વર્ષની વયના ખેડૂતો ભાગ લઇ શકે છે. આ યોજના અંતર્ગત 60 વર્ષની વાય બાદ ખેડૂતને 3000 રૂપિયા પ્રતિ માસ એટલે કે વાર્ષિક 36 હજાર રૂપિયા પેન્શન મળશે.

4. પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના

વર્ષ 2019માં પીએમ મોદીએ ઝારખંડ ખાતે આ યોજના શરુ કરી હતી. આ પેન્શન યોજના નાના કારોબારીઓ માટે છે. આ યોજના અંતર્ગત નાના વેપારીઓને 60 વર્ષની વય બાદ માસિક 3000 રૂપિયા પેન્શન મળે છે.

આ પણ વાંચો, PM Awas: 31 માર્ચ સુધી સરકાર આપી રહી છે ઘર ખરીદવા પર 2.67 લાખની છૂટ, ફટાફટ કરો એપ્લાય

ઉલ્લેખનીય છે કે, આ પેન્શન યોજનાઓનો લાભ લેવા માંગતા લોકો કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જણાવી દઈએ કે આ પેન્શન યોજનાઓમાં સરકાર પણ યોગદાન આપે છે. આ યોજનાઓનો લાભ દરેક લાભાર્થી લઈ શકે તે માટે હળવા રાખવામાં આવ્યા છે. આ યોજનાઓનો લાભ લેવા માટે માત્ર આધારકાર્ડ અને બેન્ક ખાતાની જ જરૂર પડશે.
First published: