Home /News /business /કેન્દ્ર સરકાર છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં "સી પ્લેન" ચલાવવાની તૈયારીમાં, ગુજરાતનો પણ સમાવેશ
કેન્દ્ર સરકાર છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં "સી પ્લેન" ચલાવવાની તૈયારીમાં, ગુજરાતનો પણ સમાવેશ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સી પ્લેન ચલાવવા માટે 25 વોટર એરોડ્રામની ઓળખ કરવામાં આવી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સી પ્લેન ચલાવવા માટે 25 વોટર એરોડ્રામની ઓળખ કરવામાં આવી છે. જેમાં ગુજરાત, આસામ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ ઉપરાંત આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર લોકોને રોડ, રેલ, હવાઈ બાદ હવે સી પ્લેનની સફર તરફ લઇ જવા માટે કામ કરી રહી છે. આ માટે કામ શરૂ થઈ ગયું છે. જ્યાંથી સી-પ્લેન ચલાવવાના છે તે એરોડ્રોમની ઓળખ કરી લેવામાં આવી છે. UDAN યોજના હેઠળ આ વોટર એરોડ્રામમાંથી સી પ્લેન ચલાવવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સી પ્લેન ચલાવવા માટે 25 વોટર એરોડ્રામની ઓળખ કરવામાં આવી છે. જેમાં ગુજરાત, આસામ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ ઉપરાંત આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના વોટર એરોડ્રામને લક્ષદ્વીપમાં ઓળખવામાં આવ્યા છે. અહીં 8 વોટર એરોડ્રામ છે.
બીજી તરફ, બીજો નંબર આંદામાન અને નિકોબારનો છે, જ્યાં પાંચ વોટર એરોડ્રામથી સી પ્લેન દોડશે. આ ઉપરાંત ગુજરાત, આસામ અને ગોવામાં ત્રણ વોટર એરોડ્રામની ઓળખ કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તેલંગાણાના લોકો પણ સી પ્લેન દ્વારા પ્રવાસનો આનંદ માણી શકશે. આ ત્રણ રાજ્યોમાં એક-એક વોટર એરોડ્રોમની ઓળખ કરવામાં આવી છે.
કોવિડને કારણે કામ બંધ કરાયું
સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોમર્શિયલ અને કોવિડ-19ને લગતા કારણોને લીધે તેનું ઓપરેશન એપ્રિલ 2021થી બંધ કરી દેવામાં આવ્યું છે.
UDAN એ બજાર આધારિત યોજના છે. રસ ધરાવતી એરલાઇન્સ, સી-પ્લેન ઓપરેશન્સ સહિત ચોક્કસ રૂટ પર માંગના મૂલ્યાંકનના આધારે UDAN યોજના હેઠળ બિડિંગ પ્રક્રિયા દરમિયાન તેમની દરખાસ્તો સબમિટ કરે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દરિયા કિનારે અને નદીઓના કિનારે આવેલા વિસ્તારોમાં સી એરોડ્રામનું નિર્માણ સફળ થશે.
હાલમાં આવા વિસ્તારોમાં એરપોર્ટ દૂર હોય છે, જ્યાં લોકોને જવા માટે સમય લાગે છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં આવા એરપોર્ટ બનાવવામાં આવે તો લોકોનો સમય બચશે. લોકો નજીકના વોટર એરોડ્રોમથી સી પ્લેન દ્વારા તેમના મુખ્ય સ્થાને જઈ શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર