Home /News /business /Vehicle Scraping: સ્ક્રેપિંગ પોલિસીને લઈને આવ્યા મોટા સમાચાર, સરકાર કરવા જઈ રહી છે આ કામ

Vehicle Scraping: સ્ક્રેપિંગ પોલિસીને લઈને આવ્યા મોટા સમાચાર, સરકાર કરવા જઈ રહી છે આ કામ

સરકારે જૂના વાહનોના સ્ક્રેપિંગને પ્રોત્સાહન આપવા માટે આ ફંડમાંથી 2,000 કરોડ રૂપિયા રાજ્યોને આપવાનું નક્કી કર્યું છે.

Scrap Policy: ગયા મહિને જ રાજ્યોને મોકલવામાં આવેલા પત્રમાં નાણા મંત્રાલયે કહ્યું હતું કે પ્રોત્સાહન આપવા માટે નવ સેક્ટર રોડ ટ્રાન્સપોર્ટની ઓળખ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. જેમાં વાહન સ્ક્રેપિંગ માટે પ્રોત્સાહન પણ જોડવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    Scrap Policy Latest Update: હવે કેન્દ્ર સરકાર જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે રાજ્યોને રૂ.2,000 કરોડનું પેકેજ આપશે. કેન્દ્ર સરકાર જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ રાજ્યોને રૂ. 2,000 કરોડની આ વિશેષ સહાય આપશે. આ સિવાય જે વ્યક્તિ પોતાના જૂના વાહનોને સ્ક્રેપ કરાવશે તેને પણ ટેક્સમાં છૂટ મળશે.  સરકારે નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં જ રાજ્યો માટે મૂડી રોકાણ યોજના હેઠળ રૂ.1.05 લાખ કરોડની ફાળવણી કરી હતી. આ યોજના હેઠળ રાજ્યોને 50 વર્ષ માટે મૂડી પ્રોજેક્ટ માટે વ્યાજમુક્ત લોન આપવાની જોગવાઈ છે.

    હવે સરકારે જૂના વાહનોના સ્ક્રેપિંગને પ્રોત્સાહન આપવા માટે આ ફંડમાંથી 2,000 કરોડ રૂપિયા રાજ્યોને આપવાનું નક્કી કર્યું છે. સરકાર ઇચ્છે છે કે પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 15 વર્ષ કે તેથી વધુ જૂના વાહનોને રોડ પરથી હટાવી દેવા જોઇએ. આ જ કારણ છે કે સરકારે એવા લોકોને ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે જેઓ તેમના જૂના વાહનો સ્ક્રેપ કરાવી રહ્યા છે.

    આ પણ વાંચો:PM Kisan Yojana: આ દિવસે ખાતામાં આવી જશે 13મોં હપ્તો, ઝડપથી તપાસો લિસ્ટમાં નામ છે કે નહિ

    રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટર પણ મૂડી રોકાણ યોજનામાં સામેલ છે


    ગયા મહિને જ રાજ્યોને મોકલવામાં આવેલા પત્રમાં નાણા મંત્રાલયે કહ્યું હતું કે પ્રોત્સાહનો આપવા માટે નવા સેક્ટર રોડ ટ્રાન્સપોર્ટની ઓળખ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજનામાં વાહન સ્ક્રેપિંગ માટે પ્રોત્સાહનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ માટે રૂ. 2,000 કરોડ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યો 15 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે આ યોજનાનો ઉપયોગ કરી શકશે. આ સાથે રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરના ઉમેરા પછી, આ યોજના હેઠળની કુલ રકમ 1.07 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.


    રાજ્યોમાં ઘણા સુધારા માટે


    અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ કુલ રૂ.77,110 કરોડની મંજૂરી આપી છે. તેમાંથી 41,118 કરોડ રૂપિયા રાજ્યોને પણ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ સરકાર રાજ્યોને મૂડી પ્રોજેક્ટ પર ખર્ચ કરવા પ્રોત્સાહિત કરે છે. આ માટે 80,000 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ સિવાય કેન્દ્ર સરકાર રાજ્યોને ખાનગીકરણ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ, ડિજિટાઈઝેશન, અર્બન રિફોર્મ્સ, ઓપ્ટિકલ ફાઈબર કેબલ પ્રોજેક્ટ્સ અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા બનાવવા જેવા સુધારાઓ માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, Latest News, Vehicle policy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन