હવે રાશનના દરેક દાણા પર હશે ગ્રાહકનો અધિકાર, કેન્દ્રએ ખાદ્ય સુરક્ષાના કાયદામાં કર્યો આ મોટો સુધારો

કેન્દ્ર સરકારે ફૂડ સેફટી એક્ટ નિયમોમાં કેમ સુધારા કર્યા? રાશનકાર્ડ હોલ્ડરોને હવે મળશે તેમના હકનું પૂરેપૂરું અનાજ

કેન્દ્ર સરકારે ફૂડ સેફટી એક્ટ નિયમોમાં કેમ સુધારા કર્યા? રાશનકાર્ડ હોલ્ડરોને હવે મળશે તેમના હકનું પૂરેપૂરું અનાજ

  • Share this:
નવી દિલ્હી. કેન્દ્ર સરકારે ફૂડ સેફટી એક્ટ (Food Safety Act) અંતર્ગત લોકોને પૂરતા પ્રમાણમાં રાશન આપવા માટે પગલા લીધા છે. કેન્દ્ર સરકારે રાશનની દુકાનો (Ration Shops) પર ઈલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ(EPOS) ડિવાઇસને ઇલેક્ટ્રોનિક સ્કેલ સાથે જોડવાનું પ્રોત્સાહન આપવા ફૂડ સેફટી એક્ટ નિયમોમાં સુધારો કર્યો છે. લાભાર્થીઓ (Beneficiaries) માટે અનાજનું વજન તોલવા દરમિયાન લાભાર્થીઓને થતા નુકસાનને અટકાવવા સરકારે રાશનની દુકાનોમાં પારદર્શિતા વધારવા આ પગલું ભર્યું છે.

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ કેન્દ્ર સરકાર દેશના આશરે 80 કરોડ લોકોને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે 5 કિલો ઘઉં અને 3 રૂપિયાના ભાવે ચોખા પૂરા પાડે છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એનએફએસએ 2013 અંતર્ગત લાભાર્થીઓને તેમની પાત્રતા અનુસાર સબસીડીવાળું અનાજ વિતરણ સુનિશ્ચિત કરવા માટે 18 જૂન, 2021ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું છે.

આ પણ વાંચો, ડૂબતી ‘યુવતી’ને બચાવવા રેસ્ક્યૂ ટીમે તમામ તાકાત લગાવી દીધી, બહાર કાઢતાં જ આંખો થઈ ગઈ પહોળી

સરકારે જણાવ્યું છે કે, EPOS ડિવાઇસને વ્યવસ્થિત રીતે સંચાલિત કરતા રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે અને 17 રૂપિયા પ્રતિ કવીન્ટલ વધારાના નફાથી બચતને પ્રોત્સાહન આપવા ફૂડ સિક્યુરિટી(રાજ્ય સરકાર સહાય નિયમો) 2015ના પેટા નિયમ(2)ના નિયમ -7માં સંશોધન કરાયું છે.

આ પણ વાંચો, Gold Silver Price Today: બે મહિનાના નીચલા સ્તરે સોનું, ચાંદીની કિંમતમાં તેજી, ફટાફટ ચેક કરો આજના ભાવ

કેન્દ્ર સરકારે નિયમોમાં કેમ કર્યા આ સુધારા?

સરકારે 18 જૂન, 2021થી નિયમ -7માં સુધારો કર્યો છે, જેથી કોઈ પણ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ખર્ચમાં આપવામાં આવતા વધારાના નફાથી બચત પણ મેળવી શકાય. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોઇન્ટ ઓફ સેલ ડિવાઇસની ખરીદી, સંચાલન અને જાળવણીના ખર્ચ માટે આપવામાં આવેલા એડિશનલ માર્જિનમાંથી કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી બચત થતી હોય તો ઇલેક્ટ્રોનિક સ્કેલની ખરીદી, સંચાલન અને જાળવણી સાથે બંનેના એકીકરણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. જાળવણી સાથે બંનેના એકીકરણ માટે ઉપયોગ કરી શકાય છે.

સરકારે કહ્યું કે એનએફએસએ હેઠળ લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી(ટીપીડીએસ)ની કામગીરીની પારદર્શિતામાં સુધારો કરીને કલમ 12 હેઠળ સુધારણા પ્રક્રિયાને આગળ વધારવાના પ્રયાસ રૂપે આ સુધારો કરવામાં આવ્યો છે.
First published: